આ 23 વર્ષની છોકરી છે રસ્તા ઉપરની ‘ટ્રાફિક રાણી’, ડાન્સ કરતા કરતા સાચવે છે ટ્રાફિક, આ રીતે લોકોને કરે છે જાગૃત

આજકાલ મોટાભાગના લોકો કંઈક અનોખું કરવાનું વિચારે છે. ઘણા લોકોને તેમના ટેલેન્ટ પ્રમાણે કામ નથી મળતું, તો ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના ટેલેન્ટને પોતાના કામની અંદર પણ વાપરતા હોય છે. હાલ એવી જ એક ટેલેન્ટેડ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે ફરજ તો ટ્રાફિક પોલીસની નિભાવી રહી છે, પરંતુ ટ્રાફિક સાચવતા સાચવતા તે ડાન્સ કરી અને લોકોને નિયમોનું પાલન પણ કરાવે છે.

આ નજારો  જોવા મળી રહ્યો છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં. જ્યાં એમબીએની વિધાર્થીની શુભી જૈન ઈંદોરના રસ્તાઓ ઉપર ટ્રાફિક પ્રબંધન કરવા માટે સ્વેચ્છાથી ટ્રાફિકના માનદંડો અને નિયમો વિશેની જાગૃકતા ફેલાવવાનું કામ કરે છે. શુભી જૈન કંઈક ખાસ કરવાનો પ્રયત્ન કરી રર્હી છે. તે ડાન્સ કરીને લોકોને ટ્રાફિક વિશે જણાવે છે. તે લોકોને હેલ્મેટ પહેરવા માટે જણાવે છે અને ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ પણ લગાવવા માટે કહે છે.

શુભી ટ્રાફિક નિયમનું પાલન કરવા વાળાનો આભાર પણ માને છે અને નિયમો તોડવા વાળાને શિખામણ પણ આપે છે, મેનેજમેન્ટની વિધાર્થીની શુભી જૈનનો ટ્રાફિક કંટ્રોલ કરવાની અલગ જ સ્ટાઇલ છે. તે રસ્તાઓ ઉપર વીજળીની જેમ દોડે છે.ઇન્દોરમાં સાંજના સમયે રસ્તાઓ ઉપર ટ્રાફિકનો જમાવડો થઇ જાય છે. ત્યારે ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની મદદ લે છે. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shubhi Jain (@theshubhijain)


શુભીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને તેના કામની પણ ઘણા લોકો પ્રસંશા કરી રહ્યા છે. તેની ચુસ્તી સ્ફૂર્તિ અને હાવ ભાવ લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે. શુભીએ મીડિયાને જણાવ્યું હતું કે તેની પહેલ બાદ જે લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવવાનું શરૂ કર્યું છે તે સાંભળીને તેને ખુશી મળે છે.

શુભી સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી એમજી રોડ ઉપર રીગલ ચાર રસ્તા, હાઇકોર્ટ ચાર રસ્તા અને ઇન્દ્રપ્રસ્થ ચાર રસ્તા પર સેવાઓ આપી રહી છે.  આ ત્રણેય ચાર રસ્તા ઉપર સાંજના સમયે ખુબ જ ટ્રાફિક રહે છે. ત્યારે શુભીની આ સેવા ભાવનાથી પણ ઘણા લોકો પ્રભાવિત થયા છે. તો તેનો અંદાજ પણ વખાણવા યોગ્ય છે.

Niraj Patel