ઇન્ડિગોની ફ્લાઇટ ફરી એર ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધર! પાયલોટે સ્થિતિ સંભાળી, જુઓ ડરામણો વીડીયો

ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોની વધુ એક ફ્લાઇટને ફરી એકવાર ટર્બુલેન્સનો સામનો કરવો પડ્યો. 10 દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ ટર્બુલેન્સમાં ફસાઈ હોય, જણાવી દઈએ કે છત્તીસગઢના રાયપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6313 રવિવારે ટર્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. દિલ્હીમાં લેન્ડિંગ કરતાં પહેલાં પાઇલટે ફરીથી ફ્લાઇટ ઉડાવી હતી. દિલ્હી-એનસીઆરમાં બપોરે ધૂળના તોફાનને કારણે આ ઘટના બની.

આ ઇન્ડિગો ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે રાયપુરથી દિલ્હી માટે રવાના થઈ હતી. પરંતુ વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક હવામાન બદલાયું હતું. રાજધાની દિલ્હીમાં ધૂળનું જોરદાર તોફાન શરૂ થયું, જેના કારણે રનવે પર વિઝિબિલિટી ઘણી ડાઉન થઈ ગઈ. જ્યારે વિમાન જમીનથી થોડા મીટર ઉપર હતું અને ઉતરાણ કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પાયલોટે મુસાફરોને જાણ કરી કે હવામાન અનુકૂળ નથી, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.આવી સ્થિતિમાં, તેણે પાછા ઉડવાનું નક્કી કર્યું.

આ પછી, પાયલોટે વિમાનને સલામત ઊંચાઈ પર ચઢાવ્યું અને પછી એરપોર્ટની આસપાસ ઘણી વખત ચક્કર લગાવ્યા જેથી હવામાન થોડું સાફ થઈ શકે અને લેન્ડિંગ સુરક્ષિત થઈ શકે. બાદમાં, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી મંજૂરી મળ્યા બાદ, ફ્લાઇટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી. ફ્લાઇટ હવામાં ફરતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો ગભરાયેલા જોઈ શકાય છે.પરંતુ પાયલોટે સમયાંતરે જાહેરાતો કરી અને બધાને ખાતરી આપી કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

જો આવા હવામાનમાં ફોર્સ્ડ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હોત, તો મોટો અકસ્માત થઈ શક્યો હોત. અંતે, જ્યારે હવામાન થોડું સામાન્ય થયું, ત્યારે પાઇલટે દિલ્હી એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. વિમાનના લેન્ડિંગ પછી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો અને ઘણા મુસાફરોએ પાઇલટ અને એરલાઇન સ્ટાફનો આભાર માન્યો. પાઇલટની સમજદારીથી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ ફ્લાઇટના ક્રૂ અને પાઇલટની સમજદારીની પ્રશંસા કરવામાં આવી રહી છે. જો કે અગાઉ 21 મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર કરા પડવાને કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો

Raina
error: Unable To Copy Protected Content!