બ્રિટનમાં 28 મહિલાઓ સાથે 115 વાર યૌન ઉત્પીડન, ભારતીય ડોક્ટર મનીષ શાહને કોર્ટે ફટકારી જોરદાર સજા

ઈંગ્લેન્ડમાં વિકૃત ડોક્ટર મનીષ શાહ ત્યાંની યુવતીઓ અને 15 વર્ષની છોકરીઓને ડરાવીને શરીર પર અડપલાં કરતો, કોર્ટે ફટકારી ખતરનાક સજા, ધ્રુજી જશો સ્ટોરી વાંચીને

ભારતીય મૂળના એક ડોક્ટરને બ્રિટેનની એક આપરાધિક અદાલત દ્વારા બે આજીવન કારાવાસની સજા મળી છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર, આ ડોક્ટરને ચાર વર્ષની અવધિમાં 28 મહિલાઓના યૌન ઉત્પીડન મામલામાં પહેલા જ ત્રણવાર ઉમ્ર કેદ થઇ ચૂકી છે. બીબીસીના રીપોર્ટ અનુસાર, 53 વર્ષિય મનીષ શાહને છેલ્લા મહિને પૂર્વી લંડનમાં પોતાના ક્લિનિકમાં ચાર મહિવાઓ વિરૂદ્ધ 25 યૌન ઉત્પીડનના એક કેસમાં દોષી મળ્યા બાદ ગત સોમવારે ઓછામાં ઓછા 10 વર્ષની બે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી.

પૂર્વ જનરલ પ્રેક્ટિશનર પહેલાથી જ 90 અપરાધો માટે ત્રણ આજીવન કારાવાસની સજા કાપી રહ્યો હતો. એવામાં આગળની જેલની શરતો પહેલાની સજાની સાથે સાથે ચાલશે. આરેપી ડોક્ટરને અત્યાર સુધી 15થી 34 વર્ષની ઉંમરની કુલ 28 મહિલાઓ સાથે યૌન ઉત્પીડનના 115 અપરાધોનો દોષી ઠેરવવામાં આવ્યો છે. શાહે 2009થી ચાર વર્ષોમાં મહિલા દર્દીઓને તેમની જાતીય સંતોષ માટે બિનજરૂરી ઘનિષ્ઠ પરીક્ષણો કરાવવા માટે સેલિબ્રિટીઝના હાઇ-પ્રોફાઇલ કેસોનો ઉપયોગ કર્યો હતો.

સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં સજા સંભળાવતા ન્યાયાધીશે કહ્યુ- શાહ મહિલાઓ માટે ખતરો રહ્યા છે અને તેમના વર્તનથી પીડિતોને લાંબા ગાળાનું માનસિક નુકસાન થયું છે. બીબીસીના રીપોર્ટ અનુસાર, ડિસેમ્બરની સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે શાહે પોતાને એક સંભાળ રાખનાર અને વિચારશીલ ડૉક્ટર તરીકે રજૂ કર્યા હતા જેઓ તેમના દર્દીઓ માટે અતિરિક્ત તપાસ માટે તૈયાર રહે છે. પરંતુ ફરિયાદીએ અહેવાલને નકારી કાઢ્યો હતો. તે મુજબ કેવી રીતે ડૉક્ટર “છેડતી અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો.

શાહની સૌથી નાની પીડિતા, જે તે સમયે 15 વર્ષની હતી તેણે કહ્યું કે ડૉક્ટરે તેને કહ્યું કે તે તેની મનપસંદ છે અને મૉડલિંગમાં સારું પ્રદર્શન કરશે અને તેને ચેતવણી પણ આપી હતી કે તેને કેન્સર થઈ શકે છે. તેણે શાહ દ્વારા થયેલ માનસિક નુકસાન સ્વીકાર્યું. અન્ય પીડિતાએ કહ્યું, તેણે મને વધુ ત્રાસ આપ્યો કારણ કે હું ચૂપ રહી. તેણે નબળાઓનો શિકાર કર્યો.” 2020માં શાહને મહિલા દર્દીઓ પર 90 જાતીય હુમલાઓ માટે ઓછામાં ઓછા 15 વર્ષની જેલ સાથે ત્રણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Shah Jina