BREAKING : ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં 124 કિલોમીટર અંદર જઈને પડી, જુઓ પછી શું થયું

પાકિસ્તાને ગઈકાલે ગુરુવારે દાવો કર્યો હતો કે ઇન્ડિયા તરફથી એક મિસાઇલ છોડવામાં આવી છે જે તેના પંજાબ પ્રાંતમાં પડી છે. હવે આ મામલે આપણા દેશના Ministry of Defence તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 9 માર્ચે નિયમિત દેખરેખના સમયે ટેકનિકલી ખરાબીના કારણે મિસાઇલનું આકસ્મિક ફાયરિંગ થયું હતું. ડિફેન્સ મિનિસ્ટ્રીએ શુક્રવારે સાંજે નિવેદન જાહેર કરી કહ્યું- આ ઘટના ‘એક્સીડેન્ટલ ફાયરિંગ’ ના કારણે થયું.

ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેના પર એક ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જાણ થઇ છે કે જે મિસાઇલ ટેકનિકલી ખરાબીના કારણે ફાયર (India Missile Landing in Pakistan)થઇ છે તે પાકિસ્તાનના વિસ્તારમાં પડી છે. આ ઘટના ખેદજનક છે. વધુમાં કહ્યું છે કે રાહતની વાત એ છે કે તેમાં કોઇ પ્રકારની જાનહાની થઇ નથી.

ભારત સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેતા કોર્ટ ઓફ ઈન્કવાયરીના ઓર્ડર આપી દીધા છે. આ મેટરને લઈને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સારી વાત એ છે કે આ એક્સીડેન્ટલ ફાયરિંગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. બાબરે કહ્યું હતું- ભારત દેશ તરફથી જે વસ્તુ અમારા દેશ પર છોડવામાં આવી છે તેને તમે સુપર સોનિક ફ્લાઈંગ ઓબ્જેક્ટ કે મિસાઈલ કહી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારના હથિયાર કે દારુગોળો ન હતો. પરિણામે કોઈ પણ પ્રકારની નુકસાની નથી થઈ.

YC