વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટન, આજે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે

ચેન્નઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો છે અને ભારતીય ટીમ મોટેરા ખાતેની નવી તૈયાર કરવામાં આવેલી પિચ ઉપર 24 ફેબ્રુઆરી બુધવારથી એટલે કે આજથી રમાનારી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

Image source

મોટેરા સ્ટેડીયમનું ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યુ. ભૂમિપૂજન પણ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહ બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો છે. સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. ]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ભારતે અહીંથી શ્રેણી જીતવી જરૂરી છે. સિરીઝ 1-1ની બરાબરી પર હોવાથી ભારત પાસે હારવાનો ઓપ્શન નથી. બીજી તરફ, ઇંગ્લેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવવા બંને મેચ જીતવી જરૂરી છે.

Image source

કોહલી અને મહેન્દ્રસિંહ ધોની બંને ઘરઆંગણે ભારત માટે સૌથી વધુ 21-21 ટેસ્ટ જીત્યા છે. કોહલી એક ટેસ્ટ જીતતાની સાથે જ ઘરઆંગણે ટેસ્ટ જીતવાના કેસમાં સફળ ભારતીય સુકાની બની જશે. જો કોહલી ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારે છે તો પિંક બોલ ટેસ્ટમાં 2 સદી ફટકારનાર વિશ્વનો બીજો અને ભારતનો પહેલો બેટ્સમેન બની જશે.

Image source

તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં 4 મેચની સીરિઝ 1-1ની બરાબરી પર છે. સીરિઝની બંને શરૂઆતની મેચ ચેન્નાઈ ખાતે રમાઈ હતી. પહેલી મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં શાનદાર વાપસી કરીને ભારતે 317 રનથી મુકાબલો જીત્યો હતો.

Shah Jina