મેદાનની અંદર જ ભારતીય ખેલાડીઓ સાથે કરવામાં આવી મારઝૂડ, છત્તાં ના લેવામાં આવ્યું કોઈ એક્શન, ભારતીય ટીમે પણ ના કરી ફરિયાદ, જુઓ વીડિયો

AFC એશિયન કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં ભારતે અફઘાનિસ્તાનને 2-1થી હરાવ્યું. આ મેચ શનિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતની આ સતત બીજી જીત હતી. છેલ્લી મેચમાં ભારતે કંબોડિયાને 2-0થી હરાવ્યું હતું. પરંતુ આ મેચ બાદ આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મેચ બાદ ભારત-અફઘાનિસ્તાનના ખેલાડીઓ વચ્ચે લડાઈ થઈ હતી. આ ફાઈટમાં ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુ પર અફઘાન ખેલાડીઓએ હુમલો કર્યો હતો. કેપ્ટન સુનીલ છેત્રી હજુ પણ ભારત માટે ગો ટુ પ્લેયર છે. કંબોડિયા સામે બંને ગોલ ફટકાર્યા બાદ છેત્રીએ અફઘાનિસ્તાન સામે પણ ગોલ કર્યા હતા.

ભારત માટે છેત્રીએ 86મી મિનિટે ગોલ કર્યો, જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેનો 83મો ગોલ હતો. બીજી તરફ ઝુબેર અમીરીએ અફઘાનિસ્તાનને મેચમાં વાપસી કરી હતી. તેણે 88મી મિનિટે ગોલ કરીને ભારતીય ચાહકોના દિલની ધડકન વધારી દીધી હતી. આ પછી સાહલ અબ્દુલ સમદે ઈન્જરી ટાઈમમાં ભારત માટે મેચ જીતી લીધી હતી.

2016 પછી અફઘાનિસ્તાન સામે ભારતની આ પ્રથમ જીત છે. શનિવારે રમાયેલી પ્રથમ બે મેચમાં ભારત અફઘાનિસ્તાનને હરાવી શક્યું ન હતું. જોત જોતામાં ભારતીય ચાહકોની ઉજવણી કરવા લાગ્યા હતા. પરંતુ મેચ પછી કંઈક શરમજનક બન્યું. હાર બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ પોતાના પર કાબૂ રાખી શક્યા ન હતા અને મારામારીમાં પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ખેલાડીઓ દોડીને આવે છે અને ભારતીય ડિફેન્ડર આકાશ મિશ્રા સાથે લડાઈ શરૂ કરે છે. આ પછી ઝઘડો વધતો જાય છે. બંને ટીમના ઘણા ખેલાડીઓ એકબીજા સાથે ટકરાયા છે. ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુએ બંને ટીમના ખેલાડીઓને અલગ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ અફઘાન ખેલાડીઓએ તેને પણ ધક્કો માર્યો હતો.

આ લડાઈમાં એક અફઘાન સપોર્ટ સ્ટાફે પણ ગુરપ્રીતને મુક્કો માર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ફૂટબોલ ટીમમાં નોર્થ-ઈસ્ટમાંથી ઘણા ખેલાડીઓ આવે છે. જેના કારણે ઘણા લોકો તેમના પર જાતિવાદી ટિપ્પણી કરે છે. આ મારઝૂડ કેમ થઈ એનું યોગ્ય કારણ મળી શક્યું નથી તથા અત્યાર સુધી બંને ટીમો વિરૂદ્ધ ફરિયાદ પણ થઈ શકી નથી.

Niraj Patel