સોશિયલ મીડિયા દ્વારા નામના મળેવી ચુકેલી આ 5 ઈનફ્લુએન્સરની સુંદરતા જોઈને તમે પણ દીવાના બની જશો, આજે લાખો લોકો કરે છે તેમને પસંદ, જુઓ કોણ કોણ છે ?

આ 5 સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર પોતાના ગેલ્મરથી ચાહકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખતી, કાચા બદામ વાળી અંજલિ અરોરાથી લઈને જુઓ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈ વીડિયો કે તસવીર સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને ઘણા લોકો તેના દ્વારા રાતો રાત સ્ટાર પણ બની ગયા છે. કેટલાક લોકો તો એવા છે જેમની લોકપ્રિયતા બોલીવુડના કલાકારો કરતા પણ વધી ગઈ છે અને કલાકારો કરતા પણ વધારે લોકો તેમને ફોલો પણ કરે છે. આજે અમે તમને એવી જ 5 સુંદર ઈનફ્લુએન્સર વિશે જણાવીશું. જેમનું સોશિયલ મીડિયામાં ખુબ જ મોટું નામ છે.

1. અનુષ્કા સેન:
20 વર્ષની અનુષ્કા સેન ટેલિવિઝન પર એક પરિચિત ચહેરો છે કારણ કે તેણે નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તે બાલ વીર, ઝાંસી કી રાની અને ખતરોં કે ખિલાડી 11 જેવા શો માટે જાણીતી છે. તેણે કેરિયરની શરૂઆત ‘મૈં ઘર ઘર ખેલ સે’ કરી હતી અને તે દેવો કે દેવ…મહાદેવ વગેરેમાં પણ જોવા મળી હતી. અનુષ્કાના ઈન્સ્ટાગ્રામ પર 39.1 મિલિયન ફોલોઅર્સ છે.

2. સોફિયા અંસારી:
સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સોફિયા અંસારીની ઈન્ટરનેટ પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઘણું હોટ કન્ટેન્ટ છે અને એકવાર બોલ્ડ કન્ટેન્ટને કારણે તેનું એકાઉન્ટ કથિત રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તે શરૂઆતમાં તેના ટિકટોક વીડિયો દ્વારા પ્રખ્યાત થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 9.1 મિલિયન ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ સિવાય તે યુટ્યુબ પર પણ એક્ટિવ છે.

3. જન્નત જુબેર:
જન્નત ઝુબૈર સૌથી પ્રખ્યાત ઈન્ટરનેટ સેલિબ્રિટીમાંની એક છે, તેના એકલા ઈન્સ્ટાગ્રામ પર લગભગ 46 મિલિયન ફોલોઅર્સ છે. તેણે અબ ના રહે તેરા કાગઝ કોરા, ફુલવા જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. 2022માં પણ તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 12 માં જોવા મળી હતી, જ્યાં તેણી ચોથા સ્થાને રહી હતી.

4. અવનિત કૌર:
ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 32.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી, પછી તેણે ડાન્સ કે સુપરસ્ટાર્સમાં ભાગ લીધો. તેણે 2012માં મેરી મા સાથે અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી.

5. અંજલિ અરોરા:
ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોરાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે 23 વર્ષની છે. કાચા બદામ ગીત પરના તેના વીડિયોના કારણે તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. અંજલિના એકલા ઈન્સ્ટાગ્રામ પર 12.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel