ઇશા કોપ્પિકર સાથે હતુ આ અભિનેતાનું ઇલુ ઇલુ, પ્રેગ્નેટ પત્નીને પણ આપી દીધો હતો દગો ! જાણો પછી શું થયું
Inder Kumar Affair: પોપ્યુલર અભિનેત્રી ઇશા કોપ્પિકર (Isha Koppikar) તેના આઈટમ સોંગ ખલ્લાસને કારણે ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જો કે ઈશા બોલિવૂડમાં અપેક્ષા મુજબની ઓળખ બનાવી શકી ન હતી. ઈશા પણ તે અભિનેત્રીઓમાંથી એક છે જેની અંગત લાઇફ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ લાઇમલાઈટમાં રહી. ઈશાનું સૌથી લોકપ્રિય અફેર એક્ટર ઇંદર કુમાર (Inder Kumar) સાથે હતું.
ઇંદરે ત્રણ લગ્ન કર્યા હતા પરંતુ ઈશા સાથેના સંબંધો બ્રેકઅપ પર સમાપ્ત થઈ ગયા હતા. ઇંદર કુમારની પૂર્વ પત્ની સોનલ કરિયાએ એક ઈન્ટરવ્યુમાં ઈશા અને ઇંદરના સંબંધો અંગે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ઇંદર જ્યારે તેનો પતિ હતો ત્યારે તે ઈશાના પ્રેમમાં પાગલ હતો. ઈશાના કારણે જ ઇંદર સાથેનો તેનો સંબંધ તૂટી ગયો હતો. સોનલે કહ્યું હતું કે ઈશા તેના પતિ ઇંદરનો પહેલો પ્રેમ હતો, જેને તે ઈચ્છવા છતાં ભૂલી ન શક્યો.
પરણિત હોવા છતાં તે ઈશાને ગુપ્ત રીતે મળતો હતો. સોનલે કહ્યું કે તેણે ઘણી વખત ઇંદરને કહ્યું કે જો તે ઈશાને મળવા માંગતો હોય તો તેને ઘરે લઈ આવે. સોનલે એ પણ જણાવ્યું કે જ્યારે તે ઇંદરની પત્ની હતી અને તેણે તેને કહ્યું હતું કે તે પ્રેગ્નેટ છે, તો પણ એક્ટરે તેની પરવા નહોતી કરી. સોનલે ઈન્દર પર શારીરિક શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ જ કારણ હતું કે સોનલે પ્રેગ્નેંસી દરમિયાન ઇંદરથી છૂટાછેડા લીધા હતા.
સોનલે કહ્યું હતુ કે- મારા માટે સહનશીલતાની હદ થઈ ગઈ. મેં દરેક રીતે સંબંધ જાળવી રાખવાની કોશિશ કરી પણ ઈંદરના ડ્રગ્સ અને શરાબની લતથી હું પરેશાન હતી. તેને કામ ન મળતું હોવાથી તે પરેશાન હતો. જણાવી દઈએ કે સોનલે ઇંદર સાથે છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કર્યા હતા. ઇદરનું 2017માં હાર્ટ એટેકથી મોત થયું હતું.
સોનલે છૂટાછેડા બાદ આગળ વધવાનું યોગ્ય માન્યું અને દીકરીને સારો ઉછેર આપ્યો. જણાવી દઈએ કે સોનલે બીજા લગ્ન કર્યા છે. તેની પુત્રી ખુશી તેના નાના સાથે રહે છે. સોનમે દીપેશ સાથે બીજા લગ્ન કર્યા અને આ લગ્નથી તેને એક બીજી દીકરી થઇ. આ દિવસોમાં તે તેના પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.