તિરંગાની રોશનીમાં નહાયું મુકેશ અંબાણીનું એન્ટિલિયા, જોવા માટે ઉમટી લોકોની ભીડ, વીડિયો જોઈને તમે પણ કહેશો…. “વાહ શું નજારો છે !” જુઓ

દેશ આજે એટલે કે 15મી ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ખુશીમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ તહેવારના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના દરેક વ્યક્તિ એ પછી સામાન્ય માણસ હોય કે પછી કોઈ સેલેબ્રીટી બધા જ આ અભિયાનનો એક ભાગ બની ગયા છે અને દરેકે પોતાના ઘરને તિરંગાથી શણગાર્યા છે.

આ સાથે જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ તિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. એન્ટિલિયાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તિરંગાની રોશનીથી ઝળહળતી એન્ટિલિયાના કેટલાક ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના લોકો વખાણ પણ કરી રહ્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે અશોક ચક્રને ઘણી બધી લાઈટોથી બનાવવામાં આવ્યું છે. એન્ટિલિયાની સજાવટ લોકોને આકર્ષી રહી છે.

એન્ટિલિયાની બહાર લોકોનો મેળાવડો છે. લોકો પોતાની કાર રોકીને બહાર સેલ્ફી લઈ રહ્યા છે. એન્ટિલિયાની બહારના આખા રસ્તાને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. એન્ટિલિયાની બહાર લોકો માટે ઠંડા પીણા અને ચોકલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો પોતાની કારમાંથી બહાર નીકળી ઠંડા પીણા પી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના એન્ટિલિયાને તિરંગાની લાઈટોથી સજાવવામાં આવ્યું છે, સાથે જ ઘરની બહાર કેટલાક કિલોમીટર સુધી રસ્તાની બંને બાજુ લાઈટ કરવામાં આવી છે. લાઈટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એન્ટિલિયા અને તેની આસપાસના રસ્તાઓ પર પહોંચી રહ્યા છે.

એન્ટિલિયાની બહારના રસ્તાઓ પણ બંને બાજુ તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ સાથે તિરંગો પણ લહેરાવવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના મોબાઈલ કેમેરાથી અંબાણીના ઘરની બહાર સુંદર લાઈટો અને ડેકોરેશનને ક્લિક કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મુકેશ અંબાણીના એન્ટિલિયાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના લોકો ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. એન્ટિલિયાની સજાવટ જોઈને એક યૂઝરે લખ્યું- શાનદાર અંબાણીજી, ખૂબ જ સુંદર. કેટલાકે શણગારના વખાણ કર્યા તો કેટલાકે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તો કેટલાકે કોમેન્ટ બોક્સમાં જય હિંદ પણ લખ્યું હતું.

Niraj Patel