કરીના અને સૈફના નાના દીકરા જેહની પહેલી રાખી, નાના ભાઇ પર દીદી ઇનાયાએ લૂંટાવ્યો પ્રેમ

નાના ભાઇ જહાંગીરને પ્રેમથી કિસ કરતી જોવા મળી ફઈની દીકરી- જુઓ PHOTOS

બોલિવુડના નવાબ સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને દીકરી ઇનાયા અને કરીના-સૈફના નાના દીકરા જહાંગીરની ખૂબ જ ખૂબસુરત તસવીર શેર કરી છે. આ તસવીરમાં ભાઇ-બહેનનો અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે. 6 મહિનાના જહાંગીરની આ પહેલી રક્ષાબંધન હતી અને આ અવસર પર દીદી ઇનાયાએ તેના નાના ભાઇને ખૂબ પ્રેમ કર્યો હતો, જે તસવીરમાં ક્લિક થયો.

સોહાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં પહેલી રક્ષાબંધન લખ્યુ હતુ. આ તસવીરને શેર કરતા તેણે કરીના કપૂરને પણ ટેગ કરી છે. ઇનાયાએ તૈમુરને પણ રાખડી બાંધી હતી અને એ તસવીર પણ સોહાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બંને બાળકો પોતાના માતા-પિતાના ખોળામાં બેઠા હતા અને સારા અલી ખાન તેમજ ઇબ્રાહિમને મિસ કરતા હોય તેવી વાત પણ લખી હતી.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર બંને તેમના બાાળકો સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગયા હતા. સૈફ અલી ખાનની બર્થ ડે પર આ ખૂબસુરત ટ્રિપ પ્લાન કરવામાં આવી હતી અને ત્યાંની પણ તસવીર કરીનાએ શેર કરી હતી.

સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમૂ અને કરીના સૈફના નાના દીકરા જેહની કયુટ તસવીર જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. તસવીરમાં ભાઇ-બહેન વચ્ચે ક્યુટ બોન્ડ જોવા મળી રહ્યો છે. આ તસવીર પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, ખૂબ જ ક્યુટ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, એડોરેબલ. આ તસવીર પર યુઝર્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લાઇક્સ પણ કરી રહ્યા છે. ચાહકો જ નહિ પરંતુ સેલેબ્સ પણ આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. નેહા ધૂપિયા અને ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ પણ સોહાની પોસ્ટ પર કમેન્ટ કરી છે.

ત્યાં જ સૈફની દીકરી સારા અને દીકરા ઇબ્રાહિમની વાત કરીએ તો, સારા અલી ખાને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે ક્લાસિક નોક-નોક પળને શેર કરી કેપ્શન લખ્યુ છે કે, હેપ્પી રાખી ઇગી પોટર ટાઇમ ટુ મીટ ગુસ્સૈલ બેટી. મારા ચુટકુલા તમને શર્મિંદા કરે છે પરંતુ હું તમને પ્રેમ કરવાનો અને પાણી આપવાનો વાયદો કરુ છુ.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Shah Jina