કોરોના સંક્રમિત માતાની સેવા કરવા માટે આ IAS દ્વારા છોડી એવામાં આવ્યું કલેકટરનું પદ, નિભાવી દીકરા તરીકેની ફરજ

કોરોના કાળની અંદર સંબંધોનું મહત્વ પણ આપણે જોઈ લીધું છે. ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે પોતાના માતા પિતાને કોરોના પોઝિટિવ આવતા તેમને એકલા છોડી દેવામાં આવે છે, તો ઘણા કિસ્સાઓમાં માતા પિતાનું કોરોનાથી અવસાન થતા સંતાનો દ્વારા કાંધો પણ નથી આપવામાં આવતો, પરંતુ આ દરમિયાન એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક IAS દીકરાએ પોતાની કોરોના સંક્રમિત માતાની સારવાર કરવા માટે કલેકટરના પદને પણ છોડી દીધું હતું.

આ પ્રેરણાદાયક કહાની છે મધ્ય પ્રદેશના ગ્વાલિયરની. જ્યાં 2013 બેચના મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકરી અનુપ કુમાર સિંહ દ્વારા કોરોના સંક્રમિત માતાની સેવા કરવા માટે કલેક્ટર બનવાની ના પાડી દીધી હતી. તેઓ જબલપુરમાં અપર કલેકટરના પદ ઉપર ફરજ બજાવી રહ્યા હતા.

થોડા દિવસ પહેલા અનુપ કુમારને મધ્ય પ્રદેશ સાશન દ્વારા દમોહના કલેકટર બનાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાની બીમાર માતાની સેવા કરવા માટે તેમને કલ્કેટર બનવાથી ઇન્કાર કરી દીધો. તેમને જણાવ્યું કે હું મારી માતાને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરીશ કારણ કે માતાની સેવા કરતા મોટી દુનિયાની કોઈ સેવા નથી.

અનુપ સિંહે એમ કહેતા પદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો કે “હું મારી માતાને છેલ્લા શ્વાસ સુધી બચાવવાના પ્રયત્ન કરીશ, ભલે મારે તેના માટે ડીએમનું પદ કેમ ના છોડવું પડે.” અનુપ કુમાર સિંહ મૂળ કાનપુરના રહેવાસી છે. તેમનું પૈતૃક ઘર ઇટાવામાં છે. બીમારી દરમિયાન તેમની માતા પણ ઇટાવામાં જ હતી.

13 એપ્રિલ 2021ના રોજ તેમની 67 વર્ષીય માતા રામદેવીની તબિયત ખરાબ થઇ ગઈ.  તબિયત ખરાબ થયા બાદ તેમને અનુપ કુમારે ગ્વાલિયરની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર ઉપર રાખ્યા અને એક અઠવાડિયા સુધી તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. પ્રાનુત 18 એપ્રિલના રોજ તેમનું નિધન થઇ ગયું. આ દરમિયાન અનુપ સિંહ તેમની માતાની દિવસ રાત સેવા કરતા રહ્યા. જયારે અનુપ સિંહની માતાની બીમારી વિશે સરકારને ખબર પડી ત્યારે તેમને પોતાના આદેશમાં બદલાવ કરતા તેમને જબલપુરમાં જ પદસ્થ રાખ્યા.

Niraj Patel