ટીના ડાબી બાદ હવે તેનો પૂર્વ પતિ IAS અતહર પણ બંધાશે લગ્નના બંધનમાં, મહેંદી સેરેમનીની તસવીરો જોઈને નજર પણ નહિ હટાવી શકો, જુઓ

દેશના સૌથી હેન્ડસમ IAS ઓફિસર અને ટીના ડાબીના ભૂતપૂર્વ પતિ અતહર આમિર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તે ડો. મેહરીન કાઝી સાથે લગ્ન કરવાના છે. તેણે સોશિયલ મીડિયા પર તેની સગાઈના કેટલાક સુંદર ફોટા પણ શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે UPSC ટોપર અતહર આમિર અને ટીના ડાબી એકબીજાને દિલ આપી બેઠા હતા. તે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. આ લગ્ન સૌથી ખાસ હતા. પછી થોડા વર્ષોમાં બંને વચ્ચેના મતભેદના સમાચાર આવ્યા અને તે બાદ બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ લીધા. તાજેતરમાં જ ટીના ડાબીએ રાજસ્થાન પુરાતત્વ વિભાગના ડિરેક્ટર પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કર્યા.

અતહરની મંગેતર ડો.મેહરીનની વાત કરીએ તો, તે કાશ્મીરથી આવે છે. તે જાણીતી ડોક્ટર છે. હાલમાં તે નવી દિલ્હીમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં પોસ્ટેડ છે. ડોક્ટરના પેશન સિવાય તે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ એક્ટિવ છે. મહિલાઓને લગતી બ્રાન્ડ્સને તે ખૂબ પ્રમોટ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના બે લાખથી વધુ ફોલોઅર્સ પણ છે.

ડો. મેહરીન કાઝી મેડીસીનમાં એમડી છે. તેને યુકે અને જર્મનીમાંથી મેડિસિન વિષયમાં ડિગ્રી મેળવી છે. તે સોશિયલ મીડિયા પર પોતાને ‘ડ્રીમર’ તરીકે વર્ણવે છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અતહર આમિર ખાનને લાંબા સમયથી ડેટ કરી રહી છે. અતહર આમિરની બીજી પત્ની બનવા જઈ રહેલી મેહરીન IIT મંડીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTech છે.

આઈઆઈટીનો અભ્યાસ કર્યા બાદ તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી. તેણે પ્રથમ વખત 560મો રેન્ક પણ મેળવ્યો હતો. વર્ષ 2015માં તેણીએ રેન્ક સુધારવા માટે પરીક્ષામાં ફરીથી હાજરી આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,બંનેની સગાઈ આ વર્ષે મે મહિનામાં થઈ હતી. અતહરે પોતે શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર તેની સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી અને ડોક્ટર મેહરીન કાઝીએ પણ એક વીડિયો શેર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર સગાઈની માહિતી શેર કર્યા બાદ બંનેને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કપલની ફેન ફોલોઈંગ ઘણી સારી છે, તેથી બંનેના ફેન્સ આ કપલના ફોટોઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે સામે આવ્યા છે. બંનેની મહેંદી સેરેમનીના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

ડોક્ટર મેહરીન સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે. મહેંદી સેરેમનીમાં ડૉ. મેહરીને ફ્લોરલ પ્રિન્ટવાળો ક્રીમ રંગનો લહેંગા પહેર્યો હતો. તેણીએ લહેંગા સાથે ગુલાબી રંગનો દુપટ્ટો કેરી કર્યો હતો, જેના પર ખૂબ જ સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે. તેનો લુક ઘણો સારો હતો.

IAS અતહર આમિરની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. તેઓ જે પણ ફોટા શેર કરે છે તે વાયરલ થાય છે. મહેંદી સેરેમનીમાં અતહરે એકદમ સિમ્પલ લુક રાખ્યો હતો. સિમ્પલ લુકમાં તેણે કુર્તા-પાયજામા સાથે જેકેટ પહેર્યું હતું. કુર્તા-પાયજામા સફેદ રંગનો હતો અને તેની સાથે ગોલ્ડન રંગનું ડિઝાઈનર જેકેટ પહેરવામાં આવ્યું હતું. IAS અતહર અને ડૉ. મેહરીન કાઝી બંને મહેંદી સેરેમનીમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં હતાં.

Niraj Patel