ટીના ડાબી સાથે છૂટાછેડા બાદ હવે ફરીથી લગ્ન કરશે IAS અતહર આમિર, જાણો કોણ છે તેમની દુલ્હનિયા, સ્ટાઇલ અને ફેશનના મામલે હિરોઇનોને પણ આપે છે માત

UPSC ટોપર અને IAS અધિકારી ટીના ડાબીના પહેલા પતિ તેમજ શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર IAS અતહર આમિર ખાન બીજીવાર લગ્ન કરવા જઇ રહ્યા છે. લગ્નની જાણકારી IASએ પોતે સગાઇની તસવીર શેર કરી આપી છે. અતહર આમિરની લગ્ન જેના સાથે થવા જઇ રહ્યા છે, તેનું નામ ડોક્ટર મહરીન કાજી છે. તે શ્રીનગરની રહેવાસી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, અતહર સોશિયલ મીડિયા પર ઘણા ફેમસ છે અને તેમની થવાવાળી પત્ની ડો.મહરીન પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર છે.

તેની સ્ટાઇલ આગળ હિરોઇનો પણ પાણી ભરે છે. મહરીન સોશિયલ મીડિયા પર પોતાના ખૂબ જ સ્ટાઇલિશ ફોટો શેર કરતી રહે છે. ડો.મહરીનની સ્ટાઇલ અને ફેશનથી કોઇ પણ ઇંસ્પાયર થઇ શકે છે. ડો.મહરીન એથનિક લુક હોય કે વેસ્ટર્ન લુક, બધા જ લુકમાં ખૂબસુરત લાગે છે. અતહર આમિરે મહરીન સાથેની એક તસવીર શેર કરતા લખ્યુ #engagement. મહરીન એક પ્રતિષ્ઠિત ડોક્ટર છે. મહરીન આ દિવસોમાં નવી દિલ્હીના રાજીવ ગાંધી કેંસર સંસ્થાન અને અનુસંધાન કેન્દ્રમાં કાર્યરત છે.

તે ચિકિત્સા ક્ષેત્ર સાથે સાથે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ રહે છે. મહિલાઓ સાથે જોડાયેલા બ્રાંડ્સને તે વધારો આપે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 280Kથી વધુ ફોલોઅર્સ છે. મહરીન પાસે મેડિસનમાં એમડી છે અને કથિત રીતે તે ઘણા સમયથી અતહરને ડેટ કરી રહી છે. મહરીન યુકે અને જર્મનીમાંથી મેડિસિન વિષયમાં ડિગ્રી હાંસિલ કરી છે. તે પોતાને એક શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસુ ડોક્ટર તરીકે વર્ણવે છે.

અતહર આમિરની બીજી પત્ની બનવા જઈ રહેલી મહરીન IIT મંડીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTech છે. આઈઆઈટીનો અભ્યાસ કર્યા બાદ તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી. તેણે પ્રથમ વખત 560મો રેન્ક પણ મેળવ્યો હતો. વર્ષ 2015માં, તેણે રેન્ક સુધારવા માટે ફરીથી પરીક્ષા આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે મે મહિનામાં અતહર આમિર ખાન અને મહરીનની સગાઈ થઈ હતી.

એવા પણ અહેવાલ છે કે, બંને ઓક્ટોબર સુધીમાં લગ્ન કરી શકે છે. જણાવી દઇએ કે, વર્ષ 2018માં અતહરે જાણીતા IAS ઓફિસર ટીના દાબી સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા.

વર્ષ 2020ના નવેમ્બરમાં બંનેએ પરસ્પર સંમતિથી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. વર્ષ 2021માં ટીના દાબી અને અતહર ખાન છૂટાછેડા લીધા પછી અલગ થઈ ગયા. જયપુરની ફેમિલી કોર્ટે આ IAS દંપતીની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. ટીનાએ કેટલાક સમય પહેલા જ પ્રદીપ ગાંવડે સાથે બીજા લગ્ન કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નનો આલ્બમ પણ શેર કર્યો હતો. તે બાદ તેણે હનીમુનની તસવીરો પણ શેર કરી હતી.

ટીના ડાબીના પતિની વાત કરીએ તો, પ્રદીપ ગવાંજે રાજસ્થાન પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર છે. ત્યાં ટીના ડાબી રાજસ્થાન સરકારમાં સંયુક્ત સચિવ વિત્તના પદ પર તૈનાત છે. બંનેએ 20 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા ટીનાએ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. જો કે, તે બાદ તે સોશિયલ મીડિયા પર ફરી એક્ટિવ થઇ ગઇ હતી.

Shah Jina