ફક્ત 1 લાખ રૂપિયા ભરીને ઘરે લઈ આવો 7 લાખથી શરૂ થતી આ શાનદાર SUV કાર, ફીચર્સ એવા છે કે તમારા પણ હોશ ઉડી જશે

7 હજારની EMI ભરી શકો છો તો આજે જ ઉઠાવી લો ચમચમાતી એક્સેટર SUV, બસ આટલું આપવું પડશે ડાઉન પેમેન્ટ

Hyundai Exter Price Loan Emi : દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે એક પોતાની કાર ખરીદે. જેમાં તે પોતાના પરિવાર સાથે ફરી શકે. આજે ઘણા લોકો આ સપનાને સાકાર પણ કરી ચુક્યા છે. પરંતુ ઘણા લોકો હજુ સારી કાર લેવાનું સપનું પણ જોતા હોય છે જે તેમના બજેટને પણ અનુરૂપ રહે. Hyundai Motor India Limitedની સૌથી સસ્તી SUV Exeter એ તાજેતરમાં ઇન્ડિયન કાર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે અને તેને 6 મહિનાથી ઓછા સમયમાં એક લાખથી વધુ બુકિંગ મળ્યા છે.

હ્યુન્ડાઇની સૌથી સસ્તી SUV :

હ્યુન્ડાઈ એક્સેટર જે ભારતીય બજારમાં ટાટા પંચ અને મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ જેવી સ્માર્ટ માઈક્રો SUVને સખત સ્પર્ધા આપી રહી છે, તે તેના દેખાવ અને વિશેષતાઓને કારણે ઘણા ગ્રાહકોને આકર્ષી રહી છે. આવી સ્થિતિમાં, જેઓ એક્સેટરને ફાઇનાન્સ કરવાનું વિચારી રહ્યા છે, આજે અમે તેમને તેના EX અને S પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટના ફાઇનાન્સ સંબંધિત માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે  Hyundai Exeter કુલ 17 વેરિઅન્ટમાં વેચાય છે અને તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6 લાખથી રૂ. 10.15 લાખ સુધીની છે.

પેટ્રોલ અને CNGમાં ઉપલબ્દ :

પેટ્રોલ અને CNG જેવા વિકલ્પોમાં ઉપલબ્ધ, આ માઇક્રો એસયુવીની માઇલેજ 19.4 kmpl થી 27.1 km/kg સુધીની છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેના તમામ વેરિએન્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. આ સિવાય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સસ્તા મોડલમાં પણ ઘણી ખાસ સુવિધાઓ આપવામાં આવી છે.  દેશની સૌથી સસ્તી SUV પૈકીની એક Hyundai Exeterના સૌથી સસ્તા મોડલ EXની ઓન-રોડ કિંમત રૂ. 6,67,363 છે.

1 લાખ રૂપિયામાં ઘરે લઇ આવો :

જો તમે Exeter EX Petrol Manual ને 1 લાખ રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે ફાઇનાન્સ કરો છો, તો તમારે 5,67,363 રૂપિયાની લોન લેવી પડશે. ધારો કે લોનની મુદત 5 વર્ષ સુધીની છે અને તમને 9 ટકા વ્યાજ દરે લોન મળે છે, તો તમારે આગામી 5 વર્ષ સુધી દર મહિને EMI તરીકે 11,778 રૂપિયા ચૂકવવા પડશે. Exeterના સૌથી સસ્તા વેરિઅન્ટને ધિરાણ આપવા પર વ્યાજ લગભગ રૂ. 1.4 લાખ હશે.

કેટલો આવશે હપ્તો :

Hyundai Exeter Sની એક્સ-શોરૂમ કિંમત 7.37 લાખ રૂપિયા છે અને ઑન-રોડ કિંમત 8,41,281 રૂપિયા છે. જો તમે 1 લાખ રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે એક્સેટર એસ મેન્યુઅલ પેટ્રોલને ફાઇનાન્સ કરો છો, તો તમારે 7,41,281 રૂપિયાની લોન લેવી પડશે. જો તમને 9 ટકા વ્યાજ દરે લોન મળે છે અને લોનની મુદત 5 વર્ષ સુધીની છે, તો તમારે આગામી 60 મહિના માટે EMI તરીકે 15,388 રૂપિયા ચૂકવવા પડશે. લોન પર એક્સેટર એસ મેન્યુઅલ પેટ્રોલ ખરીદવા પર, વ્યાજ લગભગ રૂ. 1.82 લાખ હશે.

નોંધ : Exeter SUVને ફાઇનાન્સ કરાવતા પહેલા નજીકની Hyundai ડીલરશીપની મુલાકાત લો અને બધી જરૂરી માહિતી મેળવો. ત્યાં કિંમતમાં થોડો તફાવત આવી શકે છે.

Niraj Patel