પતિએ પત્નીને જન્મ દિવસ ઉપર આપી એવી ખાસ ભેટ કે જોઈને જ પતિ પત્ની થયા ભાવુક, આંખોમાંથી વહેવા લાગ્યા ધડધડ આંસુઓ

પતિ અને પત્નીનો પ્રેમ ખૂબ જ અનોખો હોય છે. જીવનના છેલ્લા સમય સુધી આ સંબંધ એકબીજા સાથે જોડાયેલો હોય છે, જયારે બાળકો પણ તરછોડી દે, માતા પિતા હયાત ના હોય ત્યારે પતિ અને પત્ની જ એવી વ્યક્તિ છે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવતા હોય છે, પરંતુ આજના સમયમાં આ સંબંધોમાં પ્રેમ કરતા અણબનાવ વધારે જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં પતિ અને પત્નીના પ્રેમના વીડિયો પણ ઘણા વાયરલ થતા હોય છે, ઘણા પ્રેમી પ્રેમિકાને રોમાન્ટિક વીડિયો પણ જોવા મળે છે, ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક અને યુવતીનો પ્રેમ આંખોને પણ ભીની કરી દેનારો બની જાય છે. જેમાં એક પતિ પત્નીના પ્રેમને જોઈ શકાય છે.

આ કપલના બે વીડિયો ખુબ જ વાયરલ થયા છે, જેમાં એક વીડિયોની અંદર પત્નીના જન્મ દિવસે કેક કાપતું આ કપલ જોવા મળી રહ્યું છે. કેક પણ ખુબ જ ખાસ છે અને તેમાં ઇન્સ્ટાગ્રામ લોગો ડિઝાઇન ઉપર આખી કેક બનાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Harpreet Sudan (@harpreetsquare13)

તો આ કપલનો બીજો એક વીડિયો ખુબ જ ભાવુક કરી દેનારો છે. જેમાં જોઈ શકાય છે કે પત્નીના જન્મ દિવસની ખાસ ભેટ તેનો પતિ આપી રહ્યો છે. પરંતુ આ પહેલા પત્નીએ ભેટ ના મળવા ઉપર નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમના એક વીડિયોન અંદર તેની પત્ની કહી રહી છે કે મને જો ગિફ્ટ ના મળી તો હું કેક નહિ કાપું.

 

View this post on Instagram

 

A post shared by Harpreet Sudan (@harpreetsquare13)


પરંતુ પછી બીજા એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તેનો પતિ ખાસ અંદાજમાં તેના જન્મ દિવસે સરપ્રાઈઝ આપી રહ્યો છે. જેમાં પત્નીને તે એક રૂમમાં લઇ જાય છે, જ્યાં આખો રૂમ શણાગારેલો જોવા મળે છે, જેને જોઈને પત્ની પણ ખુબ જ ખુશ થઇ જાય છે. પરંતુ થોડીવાર પછી તેનો પતિ તેને એક બીજી સરપ્રાઈઝ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Harpreet Sudan (@harpreetsquare13)

પતિ તેની પત્નીને પોતાના શર્ટની બાંય ઊંચી કરી અને બતાવે છે તો તેના ઉપર પત્નીના ચહેરા વાળું ટેટુ જોવા મળે છે. જેને જોઈને પત્ની ખુબ જ ખુશ થઇ જાય છે, સાથે જ તે ભાવુક પણ થઇ જાય છે, પતિ પણ આ ટેટુ બતાવતા બતાવતા ખુબ જ ભાવુક થતો જોવા મળે છે અને બંનેની આંખોઆંથી આંસુઓની ધારા વહેવા લાગી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel