કરવા ચોથ પર ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગયો પતિ, પત્નીએ ભર બજારે જ ચંપલથી બતાવ્યા ચાંદ-તારા, જુઓ વીડિયો

‘આજે હું ​​​​​​ તમને ચાંદ બતાવું’, કરવાચોથના દિવસે ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવતો પતિ ઝડપાયો, પત્નીએ ચંપલ લઈને તૂટી પડી, જુઓ

સોશ્યિલ મીડિયા પર ચાંદ અને પતિની પૂજા કરતી મહિલાઓના ઘણા વીડિયો કરવા ચોથના દિવસે વાયરલ થયા હતા, પરંતુ આ બધા વચ્ચે કરવા ચોથના દિવસે એક એવો વીડિયો વાયરલ થયો, જેમાં પત્ની ભરબજારે પતિને મારતી જોવા મળી. વીડિયોમાં પત્ની તેના પતિની પૂજા નથી કરી રહી પરંતુ તેની પિટાઇ કરી રહી છે. દિવસ દરમિયાન જ પતિને ચાંદ દેખાડનારી પત્નીનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે.

આ વીડિયો ગાઝિયાબાદનો છે. કરવા ચોથના તહેવાર પર ગાઝિયાબાદની રહેવાસી પ્રીતિને ખબર પડી કે તેનો પતિ તેની ગર્લફ્રેન્ડને તુરાબનગર માર્કેટમાં ખરીદી કરાવી રહ્યો છે. સમાચાર મળતાં જ તે પોતાની મહિલા સાથીઓ સાથે બજારમાં પહોંચી અને પછી હાઈવોલ્ટેજ ડ્રામા થયો. પ્રીતિએ બજારમાં જ તેના પતિને લાત અને મુક્કા મારવાનું શરૂ કર્યું. આસપાસ ખરીદી કરી રહેલા લોકોએ આ લડાઈનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. પ્રીતિએ તેના પતિને ચપ્પલ ઉતારીને મેથીપાક ચખાડ્યો અને કહ્યું કે હવે કડવા ચોથનો ચાંદ બતાવું છું.

પ્રીતિએ કહ્યું કે, તેનો પતિ ગર્લફ્રેન્ડને માર્કેટમાં શોપિંગ કરાવી રહ્યો હોવાની જાણ થતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પણ પતિએ આ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે બંને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને અલગ અલગ જગ્યાએ રહે છે. 13 ઓક્ટોબરના રોજ કરવા ચોથના દિવસે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. પ્રીતિના લગ્ન વર્ષ 2017માં થયા હતા, ત્યારબાદ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

પ્રીતિ કહે છે કે તેનો પતિ તેના 4 વર્ષના પુત્રને પણ જોતો નથી. બંનેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પ્રીતિએ જણાવ્યુ કે, તે અમને પોતાની સાથે રાખવા માંગતો નથી. તે તેની ગર્લફ્રેન્ડને રાખી સાથે ફરતો હતો, જેને રંગે હાથે પકડ્યો હતો. આ ઘટના અંગે સીઓએ જણાવ્યું કે તુરાબ નગર માર્કેટમાં પતિ-પત્ની વચ્ચે હંગામો થયો હતો. બંનેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને હંગામો વધતો જોઈને પોલીસ બંને પક્ષે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મામલો નગર કોતવાલી સુધી પહોંચી ગયો, પીડિત પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ આપી. પોલીસે આરોપી પતિને શાંતિ ભંગની કલમમાં દંડ કર્યો અને યુવતીને ચેતવણી આપીને છોડી દેવાઈ.

Shah Jina