રાજકોટ : ડીલીવરી માટે પિયર ગઈ પત્ની, પછાડતી પતિ અન્ય સ્ત્રી સાથે આવું આવું કરતો

ગુજરાતમાંથી ઘણીવાર પતિ અથવા તો પતિના અવૈદ્ય સંબંધોનો મામલો સામે આવતો હોય છે અને કેટલીકવાર આનું પરિણામ પણ ઘણુ ખૌફનાક અને ચોંકાવનારુ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આવો જ એક મામલો સામે આવ્યો, જેમાં રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે એક 29 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ આઇપીસીની કલમ 498એ, 504 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન 17 ફેબ્રુઆરી 2017ના રોજ જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા અને આ લગ્નથી તેને ત્રણ વર્ષની દીકરી પણ છે. જો કે, લગ્ન પછી એકાદ વર્ષ સુધી તો ઘર સંસાર સારી રીતે ચાલ્યો અને પરિણીતા હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી પણ કરતી હતી. જો કે, પતિ તેના લાવેલ પગારથી દારૂ પી જતો અને પછી ઝઘડો કરતો. તેણે પરિણીતાના સોનાના દાગીના પણ વેચી નાખ્યા હતા.

જ્યારે પણ દેવાવાળા લોકો પૈસા માગવા આવે ત્યારે જેઠાણી ઘરના સભ્યોને ફિનાઈલ પીને સૂઈ જવાની સલાહ આપતી પણ પરણિતા આ પ્રકારના ખોટા કામ કરવાની ના પાડતી અને તેમને રોકતી. પરણિતાની સાસુ અને જેઠાણી તેને કહેતા કે તારે તો પ્રાઇવેટ નોકરી છે અને તારે ઘરનું બધું કામ કરીને જ નોકરી પર જવાનું.

જો કે, પરણિતાની સાસુ કહેતી કે તારી જેઠાણી સરકારી નોકરી કરે છે અને તેને નોકરી પર આરામ ના હોય એટલે ઘરનું બધું જ કામ તારે કરવાનું. પરણિતાએ તેની ફરિયાદમાં આગળ જણાવ્યુ કે જ્યારે વર્ષ 2020માં તે પ્રેગ્નેટ હતી ત્યારે પણ નોકરી કરવા માટે સાસરિયાના લોકો દબાણ કરતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં પણ તેને નોકરી કરવાનું કહેવામાં આવતું.

પરંતુ જ્યારે પરિણીતા ડીલીવરી માટે પિયર ગઈ ત્યારે તેને ખબર પડી કે પતિને તો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જો કે, આ મામલે પતિને સમજાવવા જતા પતિએ ઝઘડો કરીને મારઝૂડ કરી અને તે અવાર નવાર પૈસાની માગણી કરતો અને પિયરમાંથી પણ પૈસા લાવવા દબાણ કરતો. ત્યારે છેલ્લા નવ મહિનાથી પરિણીતા પોતાના પિયરમાં રહે છે. ત્યારે તેણે આખરે કંટાળી પોલિસ સ્ટેશનમાં સાસરિયાના લોકો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો.

Shah Jina