પતિ હોય તો આવો… પત્નીના જન્મ દિવસ ઉપર આપી અધધધ… રૂપિયાની રોલ્સ-રોયસ કાર ભેટમાં, પત્નીએ કહ્યું “મને તો આશા પણ નહોતી”

શું નસીબ છે…!!! જન્મદિવસ પર ગિફ્ટ કરી રોલ્સ રોયસ…જેવા તેવા લોકોને આ વૈભવી ગાડી મળતી પણ નથી- જુઓ PHOTOS

પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે. ઘણા પ્રેમીઓને આપણે જોયા હશે જે પ્રેમમાં હોય ત્યારે એકબીજાને ભેટ આપતા હોય છે. ઘણીવાર પતિ પત્ની પણ એકબીજાને ભેટ આપે છે, ત્યારે હાલમાં એક વ્યક્તિએ તેની પત્નીના જન્મ દિવસ ઉપર જે ભેટ આપી છે તે ખુબ જ ચર્ચાનો વિષય પણ બની છે અને આ ભેટ એટલી શાનદાર છે કે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

પોતાની પત્નીને ભેટ આપનાર આ વ્યક્તિ છે ભારતીય પરંતુ રહે છે દુબઈની અંદર. તેને પોતાની પત્નીના જન્મ દિવસને ખાસ બનાવવા માટે કંઈક અલગ વિચાર્યું. પતિએ તેની પત્નીના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તેને એક શાનદાર રોલ્સ-રોયસ ભેટમાં આપી હતી. આ જોઈને તેની પત્ની પણ ખુબ જ ખુશ થઇ ગઈ હતી.

આ વ્યક્તિ છે બિનઇસી ગ્રુપનો સંસ્થાપક અને સીઈઓ અમજદ સિતારા. જેને પોતાની પત્નીના 22માં જન્મ દિવસે ઉપર એક લાલ રંગની 2021 Rolls-Royce Wraith ગિફ્ટમાં આપી હતી. બે દરવાજા વાળી આ કારમાં 6.6 લીટર, ટર્બો ચાર્જ્ડ વી 12 એન્જીન લાગેલું છે. જે ફક્ત 4.4 સેકેન્ડમાં 0થી 6 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસિલ કરી લે છે.

આ કપલના લગ્ન ગયા વર્ષે 4 જૂનના રોજ થયા હતા. આ દરમિયાન દુનિયા અને યુએઈ કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા. બંનેએ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ પોતાની દીકરીના જન્મ સાથે મનાવી હતી. ખલીજ ટાઈમ્સ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરના રોજ મારી દીકરી એક મહિનાની થઇ ગઈ.

તો આ બાબતે ભેટમાં મળેલી કારને લઈને પત્નીએ કહ્યું હતું કે, “મને કોઈ આઈડિયા નહોતો કે ભેટમાં મને કાર આપવા છે. આ બહુ જ મોટી સરપ્રાઈઝ છે. તે મને અને મારી દીકરીને શોરૂમમાં લઈને ગયા. જે ફુગ્ગા અને બીજી વસ્તુઓથી એકદમ પાર્ટીની જેમ સજાવેલો હતો. મરજાનાએ કહ્યું કે તે બહુ જ ઉત્સુક હતી. આ તેના સપનાની કાર છે અને તેને સહેજ પણ આશા નહોતી કે તેને તેના જન્મ દિવસે આ કાર મળશે.

જો કે આ પહેલીવાર નહોતું કે તેમને તેની પત્નીને લકઝરી કાર ભેટ કરી હોય. તેને કહ્યું કે, :મને કારનો બહુ જ શોખ છે. ગયા વર્ષે જન્મ દિવસના અવસર ઉપર મને સિતારાએ Mercedes E-Class ભેટમાં આપી હતી.” અમજદે પણ જણાવ્યું કે તેને અને તેની પત્નીને કારનો ખુબ જ શોખ છે. હાલમાં જ તેનું ડ્રાઈવિંગ લાઇસન્સ અને અમારી દીકરી મળી છે. અમજદના ગેરેજમાં ઘણી ગાડીઓ છે જેમાં મર્સીડીઝ જી-વૈગન અને ઈ-ક્લાસ, રેંજ રોવર, બેન્ટલે, લેક્સસ, લેન્ડ ક્રુઝર, જીપ અને ડોઝ જેવી ગાડીઓ સામેલ છે.

Niraj Patel