સાળીની દીકરી સાથેના આડા સંબંધે લીધો જીવ ! સાઢુભાઇની દીકરીને ભગાડી ગયો તો સસરા, 2 સાળા અને પત્નીએ માર મારીને….

સાળીની બ્યુટીફૂલ દીકરી સાથે આંખો મળી ને પત્નીએ પતાવી દીધો: સાઢુભાઇની દીકરીને ભગાડી ગયો તો સસરા, 2 સાળા અને પત્નીએ માર મારીને….

Surendranagar Crime :ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં મનહર પાર્ક સોસાયટીની બાજુમાં જગ્યામાં પુરુષની લાશ મળી આવ્યા બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક યુવકનું નામ દેવકરણ હતુ અને તે વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામનો તેમજ હાલ રામાપીર ચોકડીથી આગળ સ્લમ ક્વોટર્સ રહેતો હોવાનું સામે આવ્યુ છે.

આ યુવકની હત્યા તેના પાટલા સાસુની દીકરી સાથે પ્રેમપ્રકરણમાં સસરા, સાળા અને પત્નીએ કરી હોવાનું ખૂલ્યું છે. આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરાઇ ચૂકી છે. જણાવી દઇએ કે, આ ઘટના ગત 16 તારીખ મંગળવારની છે. પોલિસને જ્યારે આ ઘટનાની જાણ કરાઇ તો તે તરત ઘટનાસ્થળે પહોંચી અને આ દરમિયાન તે લાશ જોઇ ચોંકી ઊઠી હતી, કારણ કે લાશની હાલત એવી હતી કે એક નજરે તો જોઇ પણ ન શકાય.

જો કે, મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલું હતું. બસ આના સિવાય આ લાશ કોની છે અને કોણે હત્યા કરી હશે અને કેમ ? એવા ઘણા સવાલો હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કે, ઉકેલી નાખ્યો અને યુવકની પત્ની, સાળા અને સસરાની ધરપકડ કરી. મૃતક યુવકના ભાઇ અનુસાર, આ હત્યા પેહલાથી પ્લાન કરવામાં આવી હતી. જો કે, આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદને ધ્યાને લીધી અને ચોટીલાના DySP અને મૃતકના ભાઇ સાથે વાતચીત કરી.

પોલિસ જ્યારે પહોંચી તો દેવકરણનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડેલો હતો અને આ લાશ કોની છે તે જાણવા પહેલો ક્લૂ ટેટૂ જોયા પછી મળ્યો. પોલીસે મૃતદેહના ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને ગણતરીના કલાકોમાં જ જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક)નો છે. મૃતકના પરિવારને જાણ થયા બાદ મૃતકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે પહોંચ્યા હતા,

ત્યાં પહેલાંથી જ મૃતકની પ્રેમિકા પોલીસને જણાવી ચૂકી હતી કે દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે. દેવકરણની સાળીની દીકરી કે જેની સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો તેણે કહ્યું કે, દેવકરણની હત્યા મારી નજર સામે જ મારા નાના, બે મામા અને માસીએ મળીને કરી છે. 12 વર્ષ પહેલા મોરબીના વાંકાનેરના રાતીદેવડી ગામના દેવકરણ વિકાણીના લગ્ન સુરેન્દ્રનગરના ચોટીલાના સણોસરા ગામની જ્યોત્સના ઉર્ફે પૂરીબેન તલસાણિયા સાથે થયા હતા.

દેવકરણ અને પૂરીબેનને આ લગ્ન જીવનથી ત્રણ સંતાનો પણ છે અને પરિવાર સુખેથી જીવન વિતાવી રહ્યા હતા. જો કે, આ દરમિયાન દેવકરણની આંખ ચોટીલા રહેતી તેની સગી સાળીની દીકરી સાથે મળી અને બંને સંબંધોનું ભાન ભૂલી ગળાડૂબ પ્રેમમાં ગરકાવ થઇ ગયા. જો કે, આ વાત ન તો દેવકરણની પત્નીને ગમી કે ના તો બીજા પરિવારના કોઇ સભ્યને. આ વાતની જાણ થયા બાદ ઘરકંકાસ થવા લાગ્યો અને દેવકરણ પત્ની અને ત્રણેય સંતાનોને તરછોડીને સગી સાળીની દીકરી સાથે ચારેક મહિના પહેલા રાજકોટ રહેવા જતો રહ્યો.

દેવકરણ ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજારી રહ્યો હતો. પણ આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી.ત્યારે ગત 16 તારીખે જ્યારે દેવકરણ પ્રેમિકાને મૂકવા અને પત્નીને તેડવા માતાને કહીને સાસરીમાં જઇ રહ્યો હતો ત્યારે ચોટીલા પહોંચતાં દેવકરણ અને તેની સાળીની દીકરીને કોઇએ કહ્યુ કે તમે ત્યાં ના જાવ નહિ તો તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અમરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અને બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવ્યા અને બોલાચાલી શરૂ થઇ.

આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઇ કે ચારેય મળીને લોખંડની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર વાર કર્યા અને આ દરમિયાન ગંભીર ઇજાને પગલે દેવકરણનું મોત થયુ. આ તમામ ઘટના દેવકરણની સાળીની દીકરી અને તેની પ્રેમિકાએ પોતાની નજરે જોઇ પણ તે એવા ડરથી સંબંધીના ઘરે જતી રહી કે તેને પણ તેઓ મારી નાખશે. દેવકરણની હત્યા બાદ ચારેય આરોપીએ તેના મૃતદેહને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દીધો અને તે બાદ આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી.

Shah Jina