ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને લઈને આવ્યા સમાચાર, શું આગામી 12 કલાક ભયજનક થશે? જલ્દી વાંચો

0

1 June Update

બંગાળ અને ઓડિશામાં હાલમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનપછી ભારતમાં વધુ એક ચક્રવાતી તોફાને તેની હાજરી પૂરાવી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જો કે તેની અસર પણ જોવા મળી કારણકે ભાવનગરમાં આજે ભારે વરસાદ પડ્યો છે. આઇએમડીએ જણાવ્યું હતું કે આજે સવારે લો પ્રેશરનો વિસ્તાર પણ વધારે નીચો ગયો હતો. ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.

‘નિસર્ગ’ ની આગાહીને લીધે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 આસપાસ ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઈ શકે છે. આજે અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ જેના લીધે આગામી 12 કલાકમાં શક્યતા છે કે ડિપ્રેશન સક્રિય થશે. જે ડીપ વાવાઝોડું બનશે.

હવામાન ડિપાર્ટમેન્ટે 4 જૂન સુધી ચેતવણી આપતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે અને જે લોકો અરબી સમુદ્રમાં ગયા હતા એ બધા લૂને જલ્દી જ કાંઠા પર પાછા બોલાવી લીધા છે. આઇએમડીના અનુસાર 4 જૂન સુધી દરિયાની પરિસ્થિતિ અત્યંત ખરાબ રહેવાની શક્યતા છે. પ્રતિ કલાક 90 થી 100 KM ની સ્પીડથી હવા ચાલી શકે છે. જેની ગતિ પ્રતિ કલાક 110 KM સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હોમ મિનિસ્ટ્રીથી અમિતભાઇ શાહે ગુજરાત પર આવનારી સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારોની સજ્જતા અંગે CM વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આ વાવાઝોડાની સંકટ સમયે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કપરાડાના સુથારપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. અને પાછળથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડા સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે પણ હવે ગુજરાત સાથે ટકરાશે નહીં.

Image Source

2 June Update

જોકે, ગુજરાતમાં વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. જોકે, આ વાવાઝોડું મહારાષ્ટ્રમાંથી પસાર થશે ત્યાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે. ગુજરાતમાં મોટો ખતરો હવે ટળી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નિર્સગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં નહીં ટકરાય પરંતુ મહારાષ્ટ્રના અલીબાગ ખાતે ટકરાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું. ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા હતા. હવામાન વિભાગે હજુ 4 અને 5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનને લઈ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જ્યાંથી સાયક્લોનથી પ્રભાવિત થનારા જિલ્લામાં રાહત સહિત લોકોને જાગૃત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

Image Source

4 જૂનના રોજ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વલસાડ, નવસારી, સુરત ભરૂચ, વડોદરા, આણંદ, દમણ. દાદરાનગર હવેલી, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, બોટાદ દીવને ઘમરોળશે.

Image Source

5 જૂનના રોજ આ જિલ્લામાં વરસશે વરસાદ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા,ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.