ભારત સાથે દુશ્મનીમાં અનાજના દાણા-દાણા માટે તરસી રહ્યુ છે પાકિસ્તાન, પેટ પર ઇંટ બાંધીને સૂવા માટે મજબૂર મા-દીકરી, ઝકઝોર કરી દેશે ભૂખની આ કહાની

માતાએ પેટ પર બાંધી ઇંટ, કારણ જાણી તમારી આંખમાંથી આવી જશે આસું

ભારતને મિટાવવાના સપનાં જોતા પાકિસ્તાનના ક્યારે ટુકડે-ટુકડા થઈ જશે તે કહી શકાય નહીં. પાકિસ્તાનના શાસકોની ખોટી નીતિઓને કારણે ત્યાંના લોકો 2 સમયની રોટલી માટે પણ તરસી રહ્યા છે. એક મા-દીકરી ગરીબીનું જીવન જીવવા મજબૂર છે. તેમની લાચારીનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમને ભૂખ ન લાગે તે માટે થઇને મા-દીકરી બંનેએ પેટ પર ઈંટો બાંધી દીધી છે. બંને પોતાની કિડની વેચવા પણ તૈયાર છે. પાકિસ્તાનના લાહોરમાં રહેતી આ માતા-પુત્રીનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૈયદ જ્યારે માતા-પુત્રી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બંને ઘણી વાર રડી પડ્યા હતા. સૈયદે પરિવારની આર્થિક સ્થિતિ પણ બતાવી, ઘરમાં વાસણો ખાલી પડ્યા હતા. લોટનો ડબ્બો પણ ખાલી હતો. સૈયદે કહ્યું કે ખાવા માટે કંઈ નથી, જેના કારણે મા-દીકરી બંનેએ પેટ પર ઈંટ બાંધી દીધી છે. તેણે પાડોશીઓ પાસેથી આ પરિવાર વિશે માહિતી મેળવી હતી.

મહિલાએ સૈયદ બાસિતને જણાવ્યું કે તે બીમાર છે, સફેદ મોતિયાબિંદથી પીડિત છે. દીકરીને નોકરી મળી, પણ તે જ્યાં ગઈ ત્યાં લોકોએ તેને ખોટી નજરથી જોઈ. પછી તેણે વિચાર્યું કે તે ભૂખ સહન કરી લેશે પણ કોઈ ખોટું નહીં. મહિલાએ કહ્યું કે દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્ન કરાવવા માટે પૈસા નથી. સૈયદ બાસિતે વીડિયોમાં કહ્યું કે પરિવારે ત્રણ દિવસથી ખાધું નથી. મહિલાએ ઈંટ બાંધવાનું કારણ પણ જણાવ્યું, તેણે કહ્યું- ‘ભૂખ સહન નથી થતી, તેથી જ તેણે આ કર્યું છે.’ આટલું કહીને મહિલા રડી પડી.

મહિલાએ કહ્યું કે દીકરો પણ નાનો છે, પણ તેને નોકરી નથી મળી રહી. વીડિયોમાં વાત કરતી વખતે મહિલા ઘણી વખત ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી. મહિલાએ કહ્યું કે જ્યારથી પાકિસ્તાનમાં નવી સરકાર આવી છે ત્યારથી સ્થિતિ વણસી ગઈ છે. ઈમરાન ખાનની સરકારમાં તો પણ સ્થિતિ સારી હતી. મહિલાએ વીડિયોમાં કહ્યું કે તે તેની પુત્રીના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે.

Shah Jina