મોલમાં લાગેલી ધમાકેદાર ઓફરનો ફાયદો ઉઠાવવા માટે એકસાથે ઉમટી પડી હજારો લોકોની ભીડ, વીડિયો જોઇ લોકોએ આપ્યા મજેદાર રિએક્શન્સ

કોઈપણ માર્કેટ, મોલ કે દુકાનમાં જો તમને ડિસ્કાઉન્ટ મળતુ હોય તેવા સમાચાર મળે તો લોકોની કેવી ભીડ જામે ? આવું જ કંઈક હાલમાં સામે આવ્યુ છે. જ્યાં 6 જુલાઈની મધ્યરાત્રિએ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. આ પછી મોલમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. આ દરમિયાનના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે ડિસ્કાઉન્ટના સમાચાર મળતા જ હજારો લોકો મોલમાં એકસાથે એકઠા થઈ ગયા હતા. નાના બાળકો અને વૃદ્ધો પણ શોપિંગ કાર્ટ અને બેગ સાથે જોવા મળી રહ્યા છે.

લોકો એસ્કેલેટરમાં અને લોબીમાં ઉભા જોવા મળે છે. કેટલાક લોકો લોકો તો દબાણ કરીને આગળ વધવાનો પણ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. જો કે સ્થળ પર ગાર્ડ હાજર છે પરંતુ તેઓ ભીડને કાબૂમાં કરી શકે તેમ નથી. કારણ કે એકસાથે મોલમાં હજારો લોકોની ભીડ ઉમટવાને કારણે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયુ હતુ. હવે એવામાં સિક્યોરિટી ગાર્ડ પણ બિચારા શું કરે. આ વીડિયો કેરળના કોચ્ચીના લુલુ મોલનો છે. આ મોલમાં મધ્યરાત્રિના વેચાણનો લાભ લેવા માટે એકસાથે હજારો લોકો એકઠા થઇ ગયા હતા.

આ દરમિયાન મોલના સિક્યોરિટી ગાર્ડ પણ ભીડને સંભાળવામાં ઓછા પડ્યા. વિડિયો જોઈને કેટલાક લોકો રમૂજની ભાવના કાઢતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યા છે. વીડિયોના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે એવું લાગે છે કે જાણે મોલમાં આખું કોચ્ચી હતું. આ વીડિયોએ સરવણા સ્ટોર્સ, ચેન્નાઈની યાદ અપાવી. વીડિયો પોસ્ટ કરતા એક યુઝરે લખ્યું કે આ કેરળનો બ્લેક ફ્રાઈડે ડે છે.

આ વીડિયો પર ઘણા યુઝર્સે અલગ-અલગ ફની રિએક્શન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું કે હું જાણવા માટે ઉત્સુક છું કે આખરે અહીં શું વેચાઇ રહ્યું છે. લુલુ ગ્રુપના પ્રાદેશિક નિર્દેશકએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય લોકો મિડનાઈટ લાઈફનો આનંદ લઈ શકે અને શાંત વાતાવરણમાં ખરીદી કરી શકે તેવો હતો. અમે ફરીથી આ યોજનાનો અભ્યાસ કરીને અમલ કરવાનો પ્રયાસ કરીશું.

Shah Jina