જીવનશૈલી મનોરંજન

રિતિકે ખરીદ્યુ પોતાના સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ કર્યા 97.50 કરોડ રૂપિયા

બોલીવુડના હેન્ડસમ અને ડેશિંગ અભિનેતા હૃતિક રોશન 48 વર્ષના થઇ ચુક્યા છે. હૃતિકની દમદાર બોડી અને ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. હૃતિક રોશન વિશેની ખબર મીડિયાના આધારે જાણવા મળી છે કે તેણે તાજેતરમાં જ મુંબઈના જુહુ-વર્સોવા રોડ પર બે આલીશાન ઍપાર્ટમેન્ટ ખરીદ્યા છે.

Image Source

હૃતિક રોશન અત્યાર સુધી જુહુ પ્રાઈમ બીચ હાઉસમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ત્યાં બાજુમાં જ અભિનેતા અક્ષય કુમારનું ઘર છે, એવામાં બંન્ને એકબીજાના પાડોશીઓ હતા. હૃતિક રોશન ભાડાના મકાનમાં મહિનાના 8.25 લાખ રૂપિયા ચૂકવી રહયા હતા.

Image Source

હૃતિક રોશન હંમેશાથી સી-ફેસિંગ વ્યુ ફ્લેટ જ ખરીદવા માંગતા હતા, જો કે તેનું ભાડાનું મકાન પણ સી ફેસિંગ જ હતું. જો કે હવે હૃતિકની પોતાનો આલીશાન ફ્લેટ ખરીદવાની ઈચ્છા પૂર્ણ થઇ છે અને એક જ ઝાટકે તેણે બે આલીશાન ફ્લેટ ખરીદી લીધા. રિતિકનું ભાડાનું મકાન પણ સુખ સુવિધાથી ભરપૂર હતું.

Image Source

વાત હૃતિક ના આલીશાન ફ્લેટની કરીએ તો તેણે જુહુ-વર્સોવા લિંક રોડ પરની ‘મન્નત’ નામની બિલ્ડિંગમાં 14,15 અને 16 ફ્લોર પર ફ્લેટ ખરીદ્યા છે. જેના માટે હૃતિકે કુલ 97.50 કરોડની ચુકવણી કરી છે.

Image Source

હૃતિકે ડ્યૂપ્લેક્સ માટે 67.50 કરોડની ચુકવણી કરી છે જે 27,534.82 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે. જેમાં 6500 સ્કવેર ફૂટ ખુલ્લી છત પણ છે અને 10 પાર્કિંગ સ્લોટ પણ મળ્યા છે જયારે બીજા ફ્લેટ માટે રિતિકે 30 કરોડની ચુકવણી કરી છે જે 11,165.82 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે.

Image Source

આ બંન્ને ફ્લેટની ડીલ હૃતિકે બિલ્ડર સમીર ભોજવાની દ્વારા કરી છે. આ સિવાય રિતિકે 1.95 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના સ્વરૂપે આપ્યા છે. હૃતિક જલ્દી જ પોતાના પરિવાર સાથે આ નવા ફ્લેટમાં શિફ્ટ થઇ જશે.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો હૃતિક રોશન હાલના દિવસોમાં ફિલ્મ ક્રિશ-4 ની તૈયારીઓમાં લાગેલા છે. આ ફિલ્મ ખુબ મોટા સ્તર પર બનવાની છે અને ફિલ્મ બનવામાં હજી મહિનાઓ લાગી શકે છે. રિપોર્ટના આધારે હૃતિક રોશન ક્રિશ-4 ના પહેલા એક્શન કે કૉમેડી ફિલ્મમાં પણ કામ કરી શકે તેમ છે.