જ્યારે જોયું છે બદામનું તેલ બનતા ? જુઓ આ મહિલા એકદમ દેશી ઘાણીમાં બનાવી રહી છે બદામનું એકદમ શુદ્ધ તેલ

બજારની અંદર વિવિધ પ્રકારના તેલ મળતા હોય છે. ઘણા તેલનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ તો ઘણા તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી હોય છે. પરંતુ દરેકના મનમાં તેલની શુદ્ધતા વિશે સવાલો ઉભા થાય છે. કારણ કે આપણે બજારમાંથી જે તેલ લાવીએ છીએ તે કેટલું શુદ્ધ હોય છે તેના વિશે કોઈ નથી જાણતું ? ત્યારે આજે અમે તમને બદામનું શુદ્ધ તેલ બનાવવાની પ્રોસેસ અને તેના ફાયદા જણાવીશું.

સોશિયલ મીડિયામાં બદામનું તેલ બનાવવાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેશી ઘાણી ઉપર બદામનું તેલ બનતું જોઈ શકાય છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે એક મહિલા ઘાણી ઉપર બદામનું તેલ કાઢી રહી છે અને તે જણાવી રહ્યા છે કે આ તેલની અંદર શુદ્ધ બદામનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં આ મહિલા જણાવી રહી છે કે અમે ખરેખર સાચી બદામનું તેલ કાઢીએ છીએ જેના કારણે આ ખુબ જ મોંઘુ છે. આ ઉપરાંત તે એમ પણ કહે છે કે હેલ્થ માટે બદામનું તેલ ખુબ જ સારું છે. તે એમ પણ જણાવે છે કે બદામના તેલનું એક ટીપું એટલે કે 2.5 બદામ. વીડિયોમાં ઘાણીની અંદર બદામ પીસાતી પણ જોઈ શકાય છે.

આ તેલની કિંમત વિશે વાત કરતા તે મહિલા જણાવે છે કે આ તેલની એક લીટરની કિંમત 3000 હજાર રૂપિયા છે. કારણ કે આ તેલની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી હોતું જેના કારણે તેનો ભાવ વધારે છે. આ ઉપરાંત મહિલા એમ પણ જણાવી રહી છે કે જો ગ્રાહક અમને 40MLનો ઓર્ડર પણ આપશે તો પણ અમે સ્વીકારીશું.  સોશિયલ મીડિયામાં આ વીડિયોને અત્યાર સુધી 4.5 મિલિયન લોકોએ જોયો છે અને લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel