5-10 કરોડ નહિ પણ અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે મુકેશ અંબાણીએ હોલિવુડ સિંગરને આપી મસમોટી રકમ…કિંમત જાણી આંખો ચકરાવે ચઢી જશે

અંબાણીના ફંક્શનમાં 5-10 કરોડ નહિ પણ આટલા કરોડ લેશે હોલિવુડની સિંગર, કિંમત જાણી આંખો ચકરાવે ચઢી જશે

એશિયાના સૌધી ધનિક વ્યક્તિમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. મુકેશ-નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન ગુજરાતના જામનગર ખાતે આજથી 3 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. આ પ્રી વેડિંગ સેરેમનીમાં બોલિવૂડથી લઈને ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ હાજરી આપવાના છે.

આ માટે મોટાભાગની હસ્તિઓ જામનગર પહોંચી ચૂકી છે. જો કે, બધામાં સૌથી વધુ ચર્ચા થઇ રહી હોય તો તે છે હોલિવુડ સિંગર અને પોપ સ્ટાર રિહાનાની. રિહાના ગુરુવારે તેના ક્રૂ અને સામાન સાથે જામનગર પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન 3 દિવસ ચાલવાનું છે અને આ દરમિયાન રિહાના પોતાનો જાદુ બતાવશે.

ત્યારે રિહાનાને જોતા ઘણાના મનમાં એ સવાલ છે કે મુકેશ અંબાણીના પુત્રના કાર્યક્રમમાં પરફોર્મ કરવા રિહાનાએ કેટલી મોટી ફી વસૂલી છે. રિહાના પહેલીવાર ભારતમાં પરફોર્મ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના પુત્રના પ્રી-વેડિંગમાં રિહાનાના લાઇવ પરફોર્મન્સ માટે લગભગ 5 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

રિહાનાને ત્રણ દિવસના પરફોર્મન્સ માટે આટલી મોટી રકમ મળી છે. આ ઈવેન્ટમાં હાઈપ્રોફાઈલ મહેમાનો માટે રિહાના સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. જણાવી દઇએ કે, રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ ($1.5 મિલિયન) થી 66 કરોડ ($12 મિલિયન) વસૂલે છે. જામનગરમાં રિહાનાનું સ્વાગત ખૂબ જ ભવ્ય અંદાજમાં કરવામાં આવ્યુ હતુ

તેની ટીમના ઘણા સભ્યો તેના આગમન પહેલા જ પહોંચી ગયા હતા. અંબાણી પરિવારે રિહાના માટે ખાસ વ્યવસ્થા કરી હતી. તેને લેવા માટે એરપોર્ટ પર એક મર્સિડીઝ કાર પહેલેથી જ હતી અને આ કારની ડિઝાઇન વનતારા થીમ હતી. આ સિવાય રિહાનાનો સામાન 4 મોટા કેરિયર્સમાં લોડ થઈને જામનગર પહોંચ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina