બાથરૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવી 23 વર્ષિય સેલિબ્રિટીની લાશ, જોતા જ ફેન્સ ફફડી ઉઠ્યા

છેલ્લા ઘણા દિવસોથી મનોરંજન જગતમાંથી આત્મહત્યા, હત્યા, હાર્ટ એટેકથી મોતના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલ ઈન્ટરનેટ સેલિબ્રિટી અને યોગ ઈન્સ્ટ્રક્ટર ચાઉ વાઈ-યિનની હત્યા કરી દેવામાં આવી હોવાની ખબર સામે આવી રહી છે. આ કેસમાં સેલિબ્રિટીના મોતના થોડા દિવસો બાદ પોલીસને મોટી સફળતા મળી. પોલીસે આ કેસમાં હત્યાની આશંકા હેઠળ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ યુવક મૃતકનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. ચાઉ વાઈ-યિન, જેને એક્વા ચાઉ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુરુવારે રાત્રે 10 વાગ્યા પછી કોવલૂન વેસ્ટમાં રિટ્ઝ કાર્લટન હોટેલના એક રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના ગુમ થયાની જાણ તેની માતા દ્વારા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કમાન્ડરના જણાવ્યા અનુસાર, “હોંગકોંગ સેલિબ્રિટી ચાઉ વાઈ-યિન બાથટબમાંથી મળી આવી હતી.

ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીડિતાના શરીર પર આગળ અને પાછળ 30થી વધુ ઘા કરવામાં આવ્યા હતા. મૃતદેહ મળ્યાના 24 કલાક પહેલા ચાઉની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ગુરુવારે રાત્રે વોંગ તાઈ સિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી.આ પછી 28 વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે ચાઉના ઠેકાણા વિશે જાણતો ન હતો. અહેવાલ અનુસાર, હત્યા પૂર્વ આયોજિત હોઈ શકે છે. વ્યક્તિએ તેના કપડાં બદલ્યા હતા.

ઘટનાસ્થળેથી શંકાસ્પદના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. પોલીસને 22 સેમી લાંબી છરી પણ ઘટનાસ્થળેથી મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે.તેની રાહ જોવાઈ રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina