લગ્નના 2 મહિના પૂરા થતા જ બીજા હનીમુન પર નીકળ્યા નયનતારા-વિગ્નેશ શિવન, પ્લેનમાં ખૂબ લૂટાવ્યો પ્રેમ

હજુ પણ હનીમુન ખૂટતું નથી, સાઉથની ખુબ જ ક્યૂટ અભિનેત્રીએ હેન્ડસમ પતિની બાહોમાં લૂંટાવ્યો પ્યાર, જુઓ તસવીરો

સાઉથનું ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવન આ દિવસોમાં સ્પેનમાં વેકેશન સેલિબ્રેટ કરી રહ્યા છે. વિગ્નેશ અને નયનતારા બંને સમય સમય પર તેમની તસવીરો શેર કરી રહ્યા છે, જે ઘણી વાયરલ થાય છે. નયનતારા અને વિગ્નેશ શિવન તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને લગ્ન બાદ હનીમુન પર ગયા હતા અને તે બાદ તેઓ લગ્નના બે મહિના પછી ફરી એકવાર રજાઓ માણી રહ્યા છે. નયનતારા અને વિગ્નેશ સ્પેનમાં તેમનું બીજુ હનીમૂન મનાવી રહ્યા છે. વિગ્નેશે નયનતારા સાથેના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

જેમાં બંને રોડ પર રોમાન્સ કરતા જોવા મળે છે.તસવીરો શેર કરતા વિગ્નેશે લખ્યું- પ્રેમ, જીવન. ફોટામાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.નયનતારા અને વિગ્નેશના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો આ ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.એક ચાહકે લખ્યું- કપલ ગોલ. બીજી તરફ અન્ય એક ફેને લખ્યું- હેપ્પી હનીમૂન ભાઈ. વિગ્નેશ તેના સ્પેન વેકેશનની ઘણી બધી તસવીરો શેર કરી રહ્યો છે.

હાલમાં જ તેણે કિસ વોલની તસવીરો શેર કરી હતી.વિગ્નેશ અને નયનતારાએ 9 જૂનના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં બોલિવૂડના કિંગ ખાને પણ હાજરી આપી હતી. સાઉથની ‘લેડી સુપરસ્ટાર’ કહેવાતી અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્નની એક ડોક્યુમેન્ટ્રી Netflixએ બનાવી છે, જેનું નામ છે ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’. થોડા સમય પહેલા આ ડોક્યુમેન્ટરીનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો,

જેમાં નયનતારાના લગ્નની ઝલક જોઈ શકાય છે. વિદેશમાં પહેલાથી જ એક ટ્રેન્ડ છે કે સ્ટાર્સ તેમના લગ્ન અને ગર્ભાવસ્થાના ફોટોશૂટ મોંઘા ભાવે વેચે છે. હવે આ ટ્રેન્ડ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નયનતારાએ તેના લગ્નની ક્લિપ માટે નેટફ્લિક્સ પાસેથી નોંધપાત્ર રકમ વસૂલ કરી છે. નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન 9 જૂન 2022ના રોજ મહાબળેશ્વરમાં થયા હતા.

આ લગ્નમાં શાહરૂખ ખાન, મણિરત્નમથી લઈને તમામ સ્ટાર્સ આ લગ્નમાં પહોંચ્યા હતા. લગ્નની તસવીરો પણ નયનતારાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.નયનતારાના લગ્નનો આખો માહોલ વીડિયોમાં જોઈ શકાય છે. બંનેની પ્રાઈવેટ સેરેમનીની ઝલક પણ જોવા મળે છે.જો કે, અત્યાર સુધી, નિર્માતાઓએ ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’ની રિલીઝ ડેટ જાહેર કરી નથી.

નયનતારા અને વિગ્નેશ શિવનની લવ લાઈફ વિશે વાત કરીએ તો કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠી હતા. વર્ષ 2016માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંનેએ પોતાના સંબંધો પર મહોર મારી હતી.આ પછી બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી.

તમને જણાવી દઈએ કે નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે અને તે વિગ્નેશ પહેલા પ્રભુ દેવા સાથે રિલેશનશિપમાં હતી. કહેવાય છે કે બંને લિવ-ઈનમાં પણ હતા. એવું પણ કહેવાય છે કે તેના કારણે અભિનેતાએ લગ્ન જીવન પણ છોડી દીધું હતું.

Shah Jina