હની સિંહની પત્ની શાલિનીએ ખોલ્યા ગંદા રહસ્ય, સસરાએ રૂમમાં આવીને છાતી પર હાથ ફેરવ્યો હતો પછી..

હની સિંહ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ તેની પત્ની શાલિની તલવાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. શાલિનીએ હની સિંહ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. ઘરેલુ હિંસાથી મહિલા સંરક્ષણ અધિનિયમ અંતર્ગત હની સિંહની પત્ની શાલિનીએ રૈપર હની સિંહ પાસેથી 10 કરોડ વળતરની માંગ કરી છે. શાલિનીએ હવે હની સિંહના પિતા પર ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે, જયારે તે એક દિવસ રૂમમાં કપડા બદલી રહી હતી ત્યારે અચાનક તેના સસરા આવ્યા, તે નશાની હાલતમાં હતા અને તેમણે છાતી પર હાથ ફેરવ્યો હતો.

શાલિનીએ તેની અરજીમાં એ પણ જણાવ્યુ છે કે, જયારે તેઓના લગ્ન થયા હતા ત્યારે હની સિંહનું કરિયર પણ શરૂ થઇ ગયુ હતુ અને તેને ઘણા પ્રોજેક્ટ મળતા હતા તેણે કામ માટે વિશ્વમાં ટૂર પણ કરી છે અને શાલિનીએ એ પણ જણાવ્યુ છે કે, તેને મોટા ભાગની રકમ રોકડમાં જ મળતી હતી, શાલિનીએ તેની અરજીમાં જણાવ્યુ છે કે, હની સિંહે કયારેય પણ તેની આવક અંગે વાત કરી નથી અને પૈસા પણ તે તેના માતા-પિતાને જ આપતો હતો. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, શાલિનીએ સસરા પર ગંભીર આરોપ લગાવ્યા પરંતુ તેણે કહ્યુ કે, હની સિંહ પણ દારૂ પીતો હતો અને ડ્રગ્સ લેતો હતો.

તમને જણાવી દઇએ કે, 10 વર્ષના પ્રેમ બાદ 14 માર્ચ 2010ના રોજ બંનેના ઘરવાળાની મરજીથી સગાઇ થઇ હતી અને 23 જાન્યુઆરી 2011માં બંનેએ પરિવારની હાજરીમાં સરોજની નગરના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. હિરદેશ સિંહ ઉર્ફ હની સિંહને મ્યુઝિકથી શરૂઆતથી જ પ્રેમ હતો આ કારણે શાલિનીએ તેનો હંમેશા સાથ આપ્યો.

તીસ હજારી કોર્ટની મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ તાનિયા સિંહે જણાવ્યુ કે, પતિ-પત્ની વચ્ચે જે પણ પ્રોપર્ટી છે તેમાં હવે હની સિંહ કોઇ પણ પક્ષને ન જોડે. આ સાથે જ તે પત્નીના બધા ઘરેણા પણ તેમની સામે પેશ કરે. હની સિંહની પત્નીનું કહેવુ છે કે, તેમને છેલ્લા 10 વર્ષથી ખરાબ રીતે ઘરમાં રાખવામાં આવતી. તેમની પત્નીનું કહેવુ છે કે, તેમનું માનસિક, શારરીક અને ભાવનાત્મક શોષણ થયુ છે. શાલિનીએ પોતાની વાત બધાની સામે રાખતા જણાવ્યુ કે, હની સિંહ તેમના લગ્નને મહત્વ આપતા ન હતા. જયાં તેઓ લગ્નની રિંગ પણ પહેરતા ન હતા.

શાલિની અને હની સિંહ હનિમુન માટે મોરીશસ પહોચ્યા તો શાલિનીને અહેસાસ થયો કે હની સિંહનો વ્યવહાર બદલાયેલો છે. તેના બદલાયેલ વ્યવહારને લઇને શાલિનીએ હોટલમાં હની સિંહ સાથે વાત કરી અને જેવી જ શાલિનીએ હની સિંહને સવાલ કર્યો તો તે ગુસ્સે થઇ ગયો અને શાલિનીને બેડ પરથી ધક્કો માર્યો અને કહ્યુ કે, સવાલ કરવાની હિંમત કેવી રીતે થઇ.

રૈપરની પત્ની શાલિની તલવારે એ પણ દાવો કર્યો છે કે હની સિંહના ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા. તેણે કહ્યુ કે, જયારે તેણે “બ્રાઇન રંગ દે”ની શુટિંગ દરમિયાન એક છોકરી સાથેના હની સિંહને આપત્તિજક રિલેશનશિપને રંગે હાથ પકડ્યા હતા ત્યારે સિંગરે તેના પર દારૂની બોટલ ફેકી હતી.

તેણે આ અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને ભાભી સ્નેહા સિંહનું નામ પણ લખાવ્યુ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, શાલિનીએ તેના સાસરાવાળા દ્વારા કરવામાં આવેલ અત્યાચારો વિરૂદ્ધ સુરક્ષા આદેશ અને અન્ય રાહત માંગી છે. શાલિનીએ અરજીમાં કહ્યુ છે કે, તે દિલ્હીમાં રહી શકે એ માટે હની સિંહ દર મહિને 5 લાખ રૂપિયાનું ભાડું આપે, જેથી તે વિધવા માતા પર નિર્ભર ના રહે.

Shah Jina