ઘરમાં રહેલી આ સામાન્ય વસ્તુઓ દ્વારા જ તમે દૂર કરી શકશો ફંગલ ઇન્ફેક્શન, બસ આ રીતે કરો ઉપયોગ

ફંગલ ઇન્ફેક્શન એક પ્રકારનું સ્કિન સંબંધી ઇન્ફેક્શન છે. કફ અને પિત્ત દોષ થવાના કારણે મોટાભાગે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ફંગલ ઇન્ફેક્શનના કારણે ચહેરા ઉપર સફેદ રંગના ચાઠાં પણ પડી જાય છે. સમય રહેતા જ તેની સારવાર કરી લેવી ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. જો તેની યોગ્ય સમયે સારવાર ના કરાવી તો સ્કિનની સાથે સાથે હાડકા અને શરીરના બીજા અંગોને પણ પ્રભાવિત

ઘણા લોકો ફંગલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દવાઓનું સેવન પણ કરે છે. જેની ઘણી સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે. પરંતુ જો તમે ઈચ્છો તો ઘરેલુ નુસ્ખાઓ દ્વારા આ ઇન્ફેક્શનને ખતમ કરી શકો છો. આ ફંગલનો ઈલાજ આપણા ઘરની અંદર જ પડેલો છે. ચાલો જોઈએ કઈ કઈ વસ્તુ આ ફંગલને દૂર કરવામાં કારગર સાબિત થશે.

1. લસણ:
લસણની અંદર એન્ટી ફંગલ ગુણો મળી આવે છે. થોડી લસણની કળીઓ લઇને પીસી લો. તેને પ્રભાવિત જગ્યાએ લગાવી લો. તમને થોડી બળતરા થઇ શકે છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.

2. હળદર:
હળદરની અંદર એન્ટીફંગલ ગુણ હોય છે. એક કાચી હળદરને પીસીને કે પાઉડરની પેસ્ટ બનાવીને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. તેનાથી ઇન્ફેક્શનના કારણે થનારા ડાધામાંથી પણ છૂટકારો મળશે.

3. એલોવેરા:
એલોવેરાની અંદર એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કીન સંબંધી કોઇ પણ સમસ્યાને સાજી કરી દે છે. થોડી જેલ લઇને પ્રભાવિત જગ્યાએ લગાવી દો અને હલકા હાથથી ઘસી લો. ત્યારબાદ હળવા ગરમ પાણીથી ધોઇ લો. જેનાથી તમને લાભ થશે.

4. નારિયેળ તેલ:
નારિયેળ તેલની અંદર ફેટી એસિડ હોય છે જે ફંગસાઇડના રૂપમાં કામ કરે છે. તેનો ઉપયોગ કરીને આસાનીથી ફંગલ ઇન્ફેક્શનથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે તમારે પ્રભાવિત જગ્યા ઉપર દિવસમાં 3-4 વાર નારિયેળ તેલ લગાવવું.

5. લીમડો:
લીમડો સ્કીન સંબંધી દરેક ઇન્ફેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે. તેના માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી નાહી લો. આ ઉપરાંત જો તમે ઇચ્છો તો રોજ 3-4 પાનને ચાવી લો.તેનાથી પણ ફંગલ ઇન્ફેક્શનમાં ફાયદો થશે.

Niraj Patel