શું તમને પણ શિયાળામાં વાળની અંદર ખોડો (ડેન્ડ્રફ) થવાનો ડર છે? તો આજે જ અપનાવો આ 5 ઘરેલુ ઉપાયો, નહિ રહે કોઈ સમસ્યા

0
Advertisement

ઠંડીની અસર શરૂ થવાની સાથે જ ઘણી સમસ્યાઓ પણ શરૂ થઇ જાય છે જેમ કે ચહેરો ફાટી જવો, ચામડી રુસ્ક થઇ જવી, માથાની અંદર ખોડો થવો વગેરે વગેરે.. અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કેટલી પ્રકારની રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે જે તરત તો ફાયદો આપે છે પરંતુ લાંબાગાળે નુકશાન પણ કરે છે.

Image Source

આજે અમે તમને માથાની અંદર થતો ખોડો જેને આપણે ડેન્ડ્રફ કહીએ છીએ એ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવાના છીએ.

Image Source
  1. દહીં:
    દહીંનો આપણે ખાવામાં તો ભરપૂર ઉપયોગ કરીએ છીએ પરંતુ તે વાળમાં પણ ઘણું જ ઉપયોગી છે. દહીંને થોડા સમય સુધી વાળની અંદર લગાવી રાખવાથી માથાનો ખોડો દૂર થાય છે. જો તમે તેની અંદર થોડું તેલ નાખીને લગાવો છો તો પણ તે વધુ સારો ફાયદો આપી શકે છે.

    Image Source
  2. લીંબુનો રસ:
    લીંબુનો રસ પણ વાળના ખોડા માટે સૌથી સારો ઉપાય બની શકે છે પરંતુ જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો. સરસવના તેલ અથવા નારિયેળ તેલની અંદર એક લીંબુ નીચોવી તેને હલકા હાથે વાળ ઉપર લગાવી દેવું ત્યારબાદ તેને થોડા સમય સુધી ખુલ્લું રહેવા દઈ હળવા ગરમ પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં 2 વખત આ રીતે ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મળે છે.

    Image Source
  3. લીમડો:
    લીમડો શરીર માટે ખુબ જ ગુણકારી છે તો વાળ માટે પણ તે ફાયદાકારક છે. અડધો કપ લીમડાના રસ, બીટનો રસ, નારિયેળની પેસ્ટની અંદર એક ચમચી નારિયેળ તેલ ઉમેરી તેની પેસ્ટ બનાવી માથામાં લગાવવી. 20 મિનિટ બાદ તેને શેમ્પુથી ધોઈ નાખવું. આ ઉપાય કરવાથી તમે ખોડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

    Image Source
  4. મેથી:
    મેથી દ્વારા પણ વાળમાં ખોડાની સમસ્યાને દૂર કરી શકો છો. મેથીને રાત્રે પલાળી સવારે એ પલાળેલી મેથીને વાટીતેની અંદર થોડું એપલ વિનેગર ઉમેરી એક પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ તેને વાળ ઉપર લગાવી 30 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ શેમ્પુથી ધોઈ લો. જેનાથી ડેન્ડ્રફ આવતો જ અટકી જશે.

    Image Source
  5. કુંવરપાટુ (એલોવીરા):
    એલોવીરા પણ વાળ માટે ખુબજ ફાયદાકારક છે તેની અંદર એન્ટી ફંગસ તત્વો રહેલા છે જે તમારા માથામાં આવતી ખંજવાળને દૂર કરે છે. એલોવીરાની પેસ્ટ બનાવી તેને વાળ ઉપર લગાવી 30 મિનિટ સુધી રહેવા દેવી અને ત્યારબાદ વાળને પાણી અથવા શેમ્પુથી ધોઈ નાખવા જેનાથી માથાનો ખોડો દૂર થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here