કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની ગઈ છે ત્યારે આ દરમિયાન ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક ઘરેલુ નુસખાઓ જણાવતા હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ પણ કરે છે. આ નુસખાઓમાં કેટલાક કારગર સાબિત થાય છે તો કેટલાક આડઅસર પણ કરે છે. આજે અમે તમને એવા કેટલાક વાયરલ દવાઓની હકીકત જણાવીશું જેના વિશે નિષ્ણાતોએ પણ હકીકત જણાવી છે.
1. લીંબુનો ઉપયોગ:
દાવો: સોશિયલ મીડિયા ઉપર એક દાવો જોર શોરથી ચાલી રહ્યો હતો જેમાં નાકની અંદર લીંબુના બે ટીપા નાખવાથી શરીરમાં ઓક્સિજન સેચુરેશન લેવલ વધી જાય છે.
હકીકત: આ દાવો સંપૂર્ણ રીતે નિરાધાર છે. અત્યાર સુધી કોઈ એવો વૈજ્ઞાનિક દાવો નથી તેને લઈને.
2. કપૂર, અજમો અને તેલ:
દાવો: કપૂર, અજમો અને નીલગિરીના તેલનું મિશ્રણ કોરોના દર્દીઓના ઓક્સિજન લેવલને વધારવામાં ખુબ જ કારગર છે.
હકીકત: અમેરિકી સ્વાસ્થ્ય એજન્સીના જણાવ્યા પ્રમાણે કપૂરની ભાપ શરીરની અંદર જઈને વિષાક્ત થઇ શકે છે. આ બાહરી ઉપયપગની સામગ્રી છે.
3. નેબુલાઇઝર:
દાવો: વાતાવરણની અંદર પર્યાપ્ત ઓક્સિજન છે અને નેબુલાઇઝર તેને શરીરની અંદર પહોચાવીને ઓકિસજનની કમીને પુરી કરે છે.
હકીકત: મેડિક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ટેકનીક વધારાનું ઓક્સિજન આપવામાં બિલકુલ કારગર નથી. જેનાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે.
4. રોજ કોગળા કરવા:
દાવો: રોજ હળવા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી અથવા કોઈ વસ્તુ નખમાં નાખીને નાકને સાફ કરવાથી સંક્રમણથી બચી શકાય છે.
હકીકત: હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અનુસાર આ વાતની પણ કોઈ સાક્ષ્ય હાજર નથી કે રોજ કોગળા કરવાથી કે નાકને સાફ કરવાથી કોરોનાથી બચી શકાય છે.
5. એન્ટિબાયોટિક:
દાવો: કોરોક્સિનથી બચવા માટે એન્ટિબાયોટિક દવા કારગર છે. સાથે જ કોરોના દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે આ દવા લેવી જોઈએ.
હકીકત: હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના જણાવ્યા પ્રમાણે એન્ટિબાયોટિક દવાઓ, બેક્ટેરિયા જનિત રોગો સામે સુરક્ષા આપે છે. જયારે કોરોના એ એક વાયરસ જનિત રોગ છે. કેટલાક કોરોના સંક્રમિત દર્દીઓમાં એ જોવામાં આવ્યું છે કે તેમના શરીરમાં કેટલીક બેક્ટીરિયલ બીમારીઓ પણ થઇ જાય છે. જેના ઉપચાર માટે આ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.