હોળીના પવિત્ર તહેવાર ઉપર તમારી રાશિ અનુસાર આ રંગનો કરો ઉપયોગ, જીવનમાં આવશે એવી પ્રગતિ જેની કલ્પના પણ તમે નહિ કરી હોય, જુઓ

હોળીનો તહેવાર આપણા દેશમાં ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. તેમજ બજારમાં ઠેર ઠેર જગ્યાએ કલર અને ગુલાલ જોવા મળતા હોય છે. તેમજ કલર કરવાની મજા જ અલગ હોય છે. હોળીનો તહેવાર એટલે કે પ્રેમભાવના તહેવાર. લોકો પોતાના મિત્રો ફેમિલી સાથે હોળીને મજા લેતા હોય છે. જાણે રસ્તા ઉપર એક રંગબેરંગી ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળે છે. ઘણી જગ્યાઓમાં સ્કૂલ અને કોલેજોમાં પણ હોળીનો તહેવાર ઉજવે છે.

પરંતુ શું તમે જાણો છો કે કયા કલર લગાડવાથી તમારે કિસ્મત ખુલી જશે. તો રાશિ અનુસાર આ કલર લગાડવાથી તમારી કિસ્મત ખુલી જશે.

મેષ રાશિ:
મેષ રાશિવાળા જાતકો માટે લાલ અને પીળો રંગ લકી સાબિત થાય છે. માટે આ રાશિના જાતકોએ આ રંગોથી હોળી રમવી તેમ જ બીજાને પણ રંગ લગાડવો. આજનો દિવસ તમારા માટે પણ ખાસ બનાવનો છે.

વૃષભ રાશી:
વૃષભ રાશિના જાતકો માટે ભૂરો અને લીલો રંગ લકી સાબિત થાય છે. માટે આ રંગથી હોળી રમવી તેમ જ બીજાને રંગ લગાડવો. આમ કરવાની તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો પણ વ્યાપ વધશે.

મિથુન રાશિ:
મિથુન રાશિવાળા જાતકો માટે ગુલાબી રંગ લકી સાબિત થાય છે માટે રંગોથી હોળી રમવા. તેમજ આ રંગ તમારા જીવનસાથીને લગાડવો. જેનાથી તમારું દાંપત્ય જીવન સુખી સાબિત થાય છે.

કર્ક રાશિ:
કર્ક રાશિવાળા જાતકોએ જાંબલી રંગ થીહોળી રમવી. તેમજ આ રંગ તમારા ફેમિલી વાળાને પણ લગાડવો. જેનાથી ફેમિલીમાં ખુશહાલીનું વાતાવરણ બન્યું રહેશે અને તમારા નોકરી ધંધામાં પણ પ્રગતિ આવશે.

સિંહ રાશી:
સિંહ રાશિવાળા જાતકોએ નારંગી રંગથી હોળી રમવી. આ રંગ બીજાને લગાડતા પહેલા સૌપ્રથમ હનુમાનજીને થોડો રંગ લગાડો જેનાથી તમારા જીવન માં કોઈ પણ મુસીબતો નહીં આવે. આ ઉપરાંત જીવનમાં આવતા કષ્ટો પણ દૂર થશે.

કન્યા રાશિ:
કન્યા રાશિવાળા જાતકોએ મરુંન અને સિલ્વર કલરથી હોળી રમવી. તેઓ કરવાથી આપશી સંબંધોમાં મધુરતા આવશે. પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ વધશે અને તમે જો અપરણિત છો તો આમ કરવાથી તમારા ગમતા વ્યક્તિ સાથે તમારા લગ્નના ચાન્સ પણ વધી જશે.

તુલા રાશિ:
તુલા રાશિવાળા જાતકોએ ગોલ્ડન અને પીળા રંગથી હોળી રમવી. તેઓ કરવાથી તમારી કિસ્મત ખુલી જશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી ધંધામાં પ્રગતિ થશે અને અટવાયેલા નાણાં પણ પરત મળવાની સંભાવના વધી જશે.

વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સફેદ રંગથી હોળી રમવી. એવું કરવાથી તમારા જીવનમાં લાભ થશે. આ ઉપરાંત પારિવારિક શાંતિ પણ વધતી જોવા મળશે. રોકાણ કરવા માટે પણ તમને આ ટોટકો લાભદાયક બનશે.

ધનુ રાશિ:
ધન રાશિવાળા જાતકોએ લાલ રંગ થી હોળી રમવી. અને લાલ રંગ માતારાણીને લગાડવો. ત્યારબાદ બીજા સદસ્યોને લગાડવો. તેવુ કરવાથી ધન લક્ષ્મી ની પ્રાપ્તિ થશે. ધંધામાં પણ બરકત આવશે.

મકર રાશિ:
મકર રાશિવાળા જાતકોએ કાળો રંગ થી હોળી રમવી. તેઓ કરવાથી ખરાબ નજરથી તમે બચી જશો. કોઈ ખરાબ સાયો તમારા ઉપર નહીં રહે. કોઈ તમારું આખા વર્ષ દરમિયાન અહિત પણ નહિ કરી શકે.

કુંભ રાશિ:
કુંભ રાશિવાળા જાતકોએ જાંબલી રંગથી હોળી રમવી. તે તમારા માટે શુભ સાબિત થશે. આ સમયે પરિવારમાં પણ સુખ સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. તામ્ર આંતરિક ઝઘડા પણ ઉકેલાતા જોવા મળશે.

મીન રાશિ:
મીન રાશિવાળા જાતકોએ સીલેટી (સિલ્વર) કલરથી હોળી રમવી. તેવુ કરવાથી તમારે કિસ્મત ખુલશે. તમારી કમાણીના નવા સ્ત્રોત પણ તમને મળતા જશે તેમજ નવા ધંધામાંથી તમારી આવક પણ બમણી થતી જોવા મળશે.

Niraj Patel