ખબર

વ્હાઇટ ફંગસે ભારે કરી: અરે રે આ મહિલાના આંતરડામાં થઇ ગયુ કાંણુ, સમગ્ર ઘટના વાંચતા જ હચમચી જશો

ભારતમાં સફેદ ફૂગનો પહેલો ખતરનાક કેસ, જાણો સમગ્ર માહિતી

કોરોના વાયરસના કહેર વચ્ચે વ્હાઇટ ફંગસને કારણે નાના આતરડામાં અને મોટા આંતરડામાં કાણુ થયાનો મામલો સામે આવ્યો છે. દિલ્લીના સર ગંગા રામ હોસ્પિટલમાં આવી રીતનો કેસ સામે આવ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે, આ વિશ્વમાં પહેલો કેસ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

દિલ્લીના સર ગંગારામ હોસ્પિટલ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલ અનુસાર, 49 વર્ષિય મહિલાને 13 મે 2021ના રોજ સર ગંગા રામ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લાવવામાં આવી હતી. ત્યારે તેમના પેટમાં ઘણુ જ દર્દ હતુ અને ઉલ્ટીઓ સાથે તે કબ્જથી પણ પીડિત હતા. આ મહિલા કેંસરથી પીડિત હતી અને થોડા સમય પેહલા જ તેની કીમોથેરેપી થઇ હતી.

હોસ્પિટલમાં મહિલાનો સીટી સ્કેન કરવામાં આવ્યો તો ચોંકાવનારી બાબત સામે આવી અને તેના આંતરડામાં કાણુ હોવાનુ માલૂમ પડ્યુ. હોસ્પિટલના મેટઓફ સિવર, ગેસ્ટ્રોએંટરલોજી અને પૈન્ક્રિપાટિકોબિતરી સાઇંસેજ ડિપાર્ટમેન્ટના ડોક્ટર અમિત અરોરાએ જણાવ્યુ કે, ચાર કલાક ચાલેલ સર્જરી બાદ મહિલાની ફૂડ પાઇપ, નાના અને મોટા આંતરડામાં થયેલ કાણાને બંધ કરવામાં આવ્યુ. તે બાદ દ્રવ્ય લીકને પણ રોકવામાં આવ્યુ.

હોસ્પિટલના ડોક્ટર અનિલ અરોરા અનુસાર, આંતરડામાંથી નીકાળવામાં આવેલ ટુકડાઓની બાયોપ્સીમાં ખબર પડી કે આંતરડામાં વ્હાઇટ ફંગસ છે જેણે આંતરડાની અંદર ખતરનાક ફોડેનુમા ઘાવ કર્યા અને જેને કારણે ખાવાની પાઇપથી લઇને આંતરડામાં કાણા થઇ ગયા હતા.