હોળાષ્ટકના આઠ દિવસોમાં શું કરવું અને શું ન કરવું ? જાણો 12 રાશિઓ પર તેની શું થશે અસર

પંચાગ અનુસાર આ વર્ષે હલિકા દહનનો તહેવાર 24મી માર્ચે અને હોળીનો તહેવાર 25મી માર્ચ સોમવારના રોજ આવી રહ્યો છે. હોળીનું મહત્વ હોળાષ્ટક જેટલું જ છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક આવે છે. આ આઠ દિવસોમાં તમામ શુભ કાર્યો પર પાબંધી હોય છે. હોલિકા દહનના બરાબર આઠ દિવસ પહેલાનો સમય હોળાષ્ટક કહેવાય છે.

તે ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી શરૂ થાય છે. આ આઠ દિવસ અશુભ માનવામાં આવે છે અને લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેના શુભ કાર્યો પર રોક રહે છે. પંચાંગ અનુસાર ફાલ્ગુન શુક્લ અષ્ટમીની તિથિ 17 માર્ચે માન્ય છે. આ દિવસથી હોળાષ્ટકની શરૂઆત માનવામાં આવશે. જ્યારે આઠમા દિવસે 24મી માર્ચે હોલિકા દહન થશે અને આ દિવસે હોળાષ્ટકનો છેલ્લો દિવસ હશે.

ત્યારપછી બીજા દિવસે 25મી માર્ચે હોળી પછી શુભ કાર્યોનો પ્રારંભ થશે. હોળાષ્ટકના દિવસોમાં ભૂમિ પૂજન, ગ્રહ પ્રવેશ, નામકરણ, લગ્ન, જનોઈ સંસ્કાર, નવો વ્યવસાય વગેરે જેવા શુભ કામ કરવા જોઈએ નહીં.જ્યોતિષકારોના આધારે હોળાષ્ટકની અસર દરેક રાશિઓ પર પડવાની છે જે શુભ કે અશુભ બંન્ને પ્રકારની હોઈ શકે છે. આવો તો જાણીએ કે કઈ રાશિને આ દિવસોમાં સંભાળીને રહેવાની જરૂર છે.

1. મેષ:
આ રાશિ માટે હોળાષ્ટકની અવધિ શુભ રહેશે. આ દરમિયાન આ રાશિના લોકો ધન લાભ મેળવવા માટે તૈયાર રહેજો. અટકેલું ધન પાછું મળી શકે તેમ છે. કર્જની સમસ્યા દૂર થઇ જશે.

2. વૃષભ:
વૃષભ રાશિનો વેપાર સારી રીતે ચાલશે. પ્રોપર્ટીમાં નિવેશ કરવા પર લાભ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જો કે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીઓની સલાહ ચોક્કસ લો.

3. મિથુન:
હોળાષ્ટકની અવધિમાં મિથુન રાશિને વેપાર નવા નવા અવસરો મળશે. પરિવારમાં કોઈ આયોજન વિષે ચર્ચા થશે. આર્થિક બાબતમાં બીજા લોકોની સલાહ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, માટે સાવધાન રહો.

4. કર્ક:
હોળાષ્ટકની અવધિમાં કર્ક રાશિના લોકોના ખર્ચાઓ વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. જો કે વેપારમાં ઉન્નતિ થવાના યોગ બની રહ્યા છે.

5. સિંહ:
સિંહ રાશિના લોકોને વધારાના બિન જરૂરી ખર્ચાઓ થઇ શકે છે. સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર મળી શકે છે.

6. કન્યા:
પૈસા ઉધાર લેવાથી બચો. વિદ્યાર્થીઓ માટે આ સમય કઠિન રહી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થઇ શકે છે અને એકાગ્રતમાં પણ ખામી આવશે.

7. તુલા:
અટકેલા કામ પૂર્ણ થઇ શકશે. બીજાના કામની આલોચના ન કરો. કાર્ય-વ્યવહારમાં લાભ મળશે, ખર્ચાઓ વધી શકે છે.

8. વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના લોકોને ઈચ્છીત ફળની પ્રાપ્તિ મળી શકશે. કોઈ સ્ત્રીની સલાહ પર ચાલવાથી લાભ થશે. મકાન, દુકાન અને વાહન બાબતમાં લાભ થવાના યોગ બનશે.

9. ધનુ:
હોળાષ્ટકના સમયમાં આર્થીક સમસ્યાઓ ઉકેલાશે. વેપાર-વ્યવસાયમાં લાભ થશે. નોકરીની શોધ કરનારાઓને શુભ સમાચાર મળશે. વેપારમાં પણ મોટી ડીલ મળી શકશે.

10. મકર:
લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વાહનને લગતી કોઈ સમસ્યા આવી શકે છે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. યાત્રા પર જવું સુખદાયક બનશે.

11. કુંભ:
નવી યોજનામાં લાભ થશે. પૈસાનું રોકાણ ફાયદો કરાવશે પણ અજાણ લોકો પર આંખ બંધ કરીને વિશ્વાશ કરવાથી બચો. ખાવા પીવામાં સાવધાની રાખો, કોઈ કારણ વગર જ તણાવ આવી શકે છે.

12. મીન:
મીન રાશિના લોકોએ મહેનત પર જોર આપવાની જરૂર છે, ત્યારે જ ઈચ્છીત ફળની પ્રાપ્તિ થશે. પરીક્ષાનું પરિણામ ચિંતામાં મૂકી શકે છે. ગંભીર રહેવાથી સુખદ પરિણામ મળશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina