“ભોલા” ફિલ્મ માટે 5000ના ઓડિશનમાંથી પસંદ થઇ હતી રાજકોટના આ સામાન્ય પરિવારની દીકરી, બોલીવુડમાં કર્યુ ડેબ્યુ, ગુજરાતને અપાવ્યું ગૌરવ.. જુઓ આ દીકરીના જીવન વિશે..
બોલીવુડની ફિલ્મોમાં કામ કરવું લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ ત્યાં પહોંચવું સામાન્ય વાત નથી. રોજ કેટલાય લોકો આજ સપનું લઈને મુંબઈ પણ જતા હોય છે અને પછી નિરાશ થઈને પાછા ફરતા હોય છે અથવા તો બીજા કોઈ કામે પણ લાગી જતા હોય છે. પરંતુ હાલ રાજકોટના એક સામાન્ય પરિવારની 9 વર્ષની દીકરીએ આ સપનાને સાકાર કર્યું છે.
હાલમાં જ અજય દેવગન સ્ટારર ફિલ્મ “ભોલા” થિયેટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે ફિલ્મમાં અજય દેવગનની દીકરી જ્યોતિનું પાત્ર રાજકોટની હિરવા ત્રિવેદી નિભાવતી જોવા મળે છે અને આ ફિલ્મ દ્વારા જ તેણે બોલીવુડમાં પોતાનું ડેબ્યુ પણ કર્યું છે. હીરવા એક સામાન્ય પરિવારમાંથી આવી છે.
“ભોલા” ફિલ્મમાં અજયની દિકરીના પાત્ર માટે 5000 જેટલા ઓડિશન કરવામાં આવ્યા હતા. જેમાંથી હીરવાએ પોતાના અભિનયથી ફિલ્મમાં પોતાની જગ્યા બનાવી અને પરિવાર સાથે સાથે રાજકોટ અને સમગ્ર ગુજરાતનું નામ ગર્વથી રોશન કર્યું. હિરવાના અભિનયને જોઈને અજય દેવગને પણ તેને વન ટેક ગર્લનું બિરુદ આપી દીધું.
View this post on Instagram
આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની એક ખાસ વાત એ પણ છે કે ફિલ્મના ઈમોશનલ સીનના શૂટિંગ દરમિયાન હિરવાએ ગ્લિસરીનનો ઉપયોગ કરવાની ના પાડી અને આંખોમાં રિયલ આંસુ લાવી હતી ત્યારે તેને જોઈને ખુદ અજય દેવગન પણ રડી પડ્યો હતો. હાલમાં જ યોજાયેલા “ભોલા” ફિલ્મના પ્રીમિયરમાં પણ હિરવા પહોંચી હતી અને કાજોલને પણ મળી હતી.
View this post on Instagram
વાત કરીએ હિરવાના જીવનની તો તે હાલ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને શૂટિંગ દરમિયાન પણ તે પોતાની બુક સાથે જ રાખતી. તેને અભિનય ઉપરાંત ડાન્સ અને સિંગિંગનો પણ ખુબ જ શોખ છે. તેને પોતાના કેરિયરની શરૂઆત એક પ્રિન્ટરની ડીઝીટલ એડ દ્વારા કરી હતી. જેના બાદ તેને ઘણી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.