ખોટા ઇશનિંદા કેસમાં હિંદુને ફસાવ્યો, જીવ લેવા માટે ઉમટી ભીડ, વીડિયો જોઇ હ્રદય કંપી ઉઠશે

પાકિસ્તાનમાં એક હિંદુ સફાઇ કર્મચારીની કથિત રૂપથી ઇશનિંદા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા એક ઉગ્રવાદી જૂથે હિન્દુ સમુદાયમાંથી આવતા અશોક કુમાર વિરુદ્ધ ઘણા વિરોધ પ્રદર્શનનું કર્યા હતા. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો, જેમાં જોઇ શકાય છે કે, એક ગુસ્સે ભરાયેલું ટોળું અશોક કુમારને પકડવા માટે તેની બહુમાળી બિલ્ડીંગ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અશોક કુમાર પર ખોટા આરોપો લગાવીને તેને નિશાન બનાવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી અનુસાર, સફાઈ કામદાર પર ધાર્મિક પુસ્તકના પાના સળગાવવાનો આરોપ છે. પાકિસ્તાનમાં ઉગ્રવાદી જૂથ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનએ રવિવારે પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં કથિત નિંદાના આરોપમાં હિન્દુ પરિવારોના ઘરો ધરાવતી ઇમારતની સામે વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદમાં મુસ્લિમોના ધાર્મિક પુસ્તકના અપમાનની અફવા ફેલાતાની સાથે જ અશોક કુમારના ઘરની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને મારી નાખવાના નારા લગાવવા લાગ્યા હતા.

ભારે વિરોધ વચ્ચે કેટલાક લોકોએ એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે તેમને સફળતા મળી ન હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો હૃદયને હચમચાવી નાખે એવો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. સદનસીબે ગ્રીલ લગાવવામાં આવી હોવાને કારણે તેઓ ઘરમાં પ્રવેશી શક્યા ન હતા.

જો કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે અશોક કુમારને ટોળાથી બચાવ્યો હતો. ત્યારપછી પોલીસે અશોક કુમારની ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે, બિલાલ અબ્બાસી નામના દુકાનદારે અશોક કુમાર વિરુદ્ધ ઈશનિંદાનો કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદ પોલીસે અશોક કુમાર વિરુદ્ધ ઈશનિંદાની કલમ 295B હેઠળ કેસ નોંધ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે પાકિસ્તાનમાં ઈશનિંદાનો કડક કાયદો છે.

Shah Jina