કન્યાએ વરરાજાને આપ્યું હિન્દી ન્યુઝ પેપર અને એવું થયું કે કે વરરાજાને ઢીલા મોઢે કન્યા વગર જ જાન લઈને પાછું ફરવું પડ્યું

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે. આજની મહિલાઓ પણ ખુબ જ જાગૃત થઇ ગઈ છે, જેના કારણે તે પોતાની મરજી મુજબ આગળ વધવા માંગે છે, પોતાના નિર્ણયો પણ પોતાની જાતે જ લેવા માંગે છે. જેના કારણે તે લગ્ન માટે પણ પોતાના લાયક છોકરો શોધે છે. ઘણા લગ્નોના એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે કન્યાએ લગ્નના દિવસે જ વરરાજામાં કોઈ ખામી દેખાતા જાનને ઢીલા મોઢે પાછી કાઢી હોય.

હાલ એવી જ એક ઘટના સામે આવી જેમાં વરરાજાને દુલ્હન વગર જ જાન લઈને પાછું ફરવાનો સમય આવ્યો હતો.  આ ઘટના બની છે યુપીના ઔરૈયા જનપદમાં. જ્યાં એક વરરાજા હિન્દી છાપું વાંચી ના શક્યો અને તેના જ કારણે લગ્ન તૂટી ગયા. એટલું જ નહિ, વરરાજા પક્ષ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો.

ચશ્મા વગર વાંચી ના શકવું વરરાજા માટે અભિશાપ બની ગયું અને લગ્ન તૂટી ગયા, કન્યા પણ ના મળી અને છોકરી પક્ષના લોકોએ ફરિયાદ પણ દાખલ કરી દીધી. ઘરના દરવાજે જયારે જાન આવી ત્યારે છોકરી પક્ષના લોકો છોકરાને ચશ્મામાં જોઈને જ હેરાન રહી ગયા. છોકરી વાળાએ એવા આરોપ પણ લગાવ્યા કે છોકરાને ચશ્માં વગર કઈ દેખાતું નથી.

બંને પક્ષ દ્વારા લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. જાન પણ દરવાજે આવી ગઈ, આ દરમિયાન વરરાજાને ચશ્મામાં જોઈને કન્યા પક્ષના લોકોને શંકા થઇ અને વરરાજાને ચશ્મા વગર જ બધી વિધિ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેને તો ચશ્મા વગર કઈ દેખાયું જ નહીં જેના કારણે લગ્ન તોડી નાખવામાં આવ્યા અને લગ્નમાં થયેલ તમામ ખર્ચની સાથે દહેજમાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ પાછી માંગવામાં આવી અને કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો.

Niraj Patel