હિના ખાને મેકઅપ વાળા ભાઈના મોઢા પર મારી જોરદાર થપ્પડ, બોલી- મોં તોડી દઇશ તારુ, યુઝર્સ ચોંકી ઉઠ્યા, સ્ક્રિપ્ટેડ વીડિયો વાયરલ

નાના પડદાની મશહૂર અભિનેત્રી હિના ખાન ઘણી નાની ઉંમરથી કરિયરની શરૂઆત કરી હતી. હિના ખાન લાંબા સમયથી ટીવી વર્લ્ડમાં છે અને તેણે તેના ટેલેન્ટના દમ પર પોતાનું ખાસ મુકામ હાંસિલ કર્યુ છે. એક ટિપિકલ કેરેક્ટર અને ઓળખમાં જકડાયેલી હિના ખાને માત્ર તેની ઇમેજને પાછળ છોડી પરંતુ ટીવી શોની સંસ્કારી વહુથી ધીરે ધીરે પોતાનો સ્ટાઇલિશ અવતાર પણ બતાવ્યો. હિના ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ધારાવાહિકથી બોલિવુડ સુધીની સફર કરી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે તેનો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં હિના ખાન તેના મેકઅપ મેનને થપ્પડ મારતી જોવા મળી રહી છે. જે બાદ હિના કહે છે કે, જો હવે બીજીવાર મારી સાથે આવી મજાક કરી ને તો મોં તોડી દઇશ તારુ.જો કે, આ વીડિયો હિનાએ તેના મેકઅપ મેન સાથે ફની સ્ટાઇલમાં બનાવ્યો છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં હિના ખાન મેક-અપ કરતી જોવા મળે છે અને પછી મેકઅપ મેન હિના પાસેથી લિપસ્ટિક છીનવી લે છે,

ત્યારે હિના મેકઅપ મેનના ગાલ પર થપ્પડ મારે છે અને કહે છે, ‘મેરે સાથ આઇંદા એસા મજાક કિયા તો મુંહ તો દુંગી તુમ્હારા.’ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરવામાં આવતા બે કલાકની અંદર જ 80 હજારથી વધુ વખત તેને જોવામાં આવ્યો હતો. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને સ્માઈલ ઈમોજી પણ બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હિના ખાન ‘બિગ બોસ 11’માં જોવા મળી હતી, તે આ શોની રનર અપ બની હતી. તેણે આ શોમાં પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો

અને પછી ધીમે-ધીમે તે લોકો વચ્ચે તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી ફેમસ થવા લાગી. હિના તેની પર્સનલ લાઇફને લઇને પણ અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હિના ખાન લાંબા સમયથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે, જે ઘણીવાર અભિનેત્રી સાથે જોવા મળે છે. હિના ઘણીવાર રોકી સાથે હોલિડે એન્જોય કરતી જોવા મળે છે. ફેન્સ અવારનવાર બંનેના લગ્નને લઈને સવાલો પૂછતા રહે છે, પરંતુ હિનાએ આ સવાલના જવાબ પર મૌન સેવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

Shah Jina