પાર્ટીમાં સંસ્કારી વહુ હિના ખાનની હાલત ખરાબ, અભિનેત્રી ગભરાઈ ગઈ, જુઓ વીડિયો
હિના ખાન રાત્રે એકતા કપૂરની પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમ્યાન તેણે વાદળી રંગનો લહેંગા-ચોલી પહેર્યો હતો. ચોલીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં એન્ટ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિના ખાન ડરના કારણે ગભરાઈ રહી છે. તે એટલી નર્વસ હતી કે તેણે પેપરાજીને પાછા જવા કહ્યું હતું. એટલું જ નહિ વીડિયોમાં પેપરાજીની જોડે ઝઘડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હિના ખાન પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને એકતા કપૂરના ઘર તરફ જઈ રહી છે. આ દરમ્યાન પેપરાજી તેને ઘેરી લે છે. અભિનેત્રી પેપરાજીને પાછા જવા અને આરામથી તસવીરો-વિડિયો લેવા કહે છે. હિનાના બોડીગાર્ડ તેની આજુ બાજુ ચાલી રહ્યા છે. જેમ જેમ હિના આગળ વધે છે તેમ પેપરાજી દલીલ કરે છે અને એકબીજા સાથે ઝઘડો રોકવા માટે પેપરાજીઓનો અવાજ આવી રહ્યો છે.
View this post on Instagram
હિના ખાન ઘરમાં પ્રવેશતા પહેલા ખૂબ જ ગભરાઈ જાય છે. તેમના મોઢા ઉપર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હિના ખાને દિવાળી પાર્ટી માટે બ્લૂ લહેંગામાં પહોંચી હતી. હિનાએ પ્લજિંગ નેકલાઇનની સાથે મેચિંગ પોટલી બેગ, ચોકર નેકલેસ અને આંગળીમાં સુંદર વીંટી સાથે લુકને કંપ્લીટ કર્યો હતો. હિનાએ તેના વાળ સ્લીક રાખ્યા હતા. અભિનેત્રીએ બ્લુ આઈ મેકઅપ અને હાઈલાઈટેડ કરેલા ગાલ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો. આ લુકમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે હિના એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેની સુંદરતા અને અભિનયના કારણે તેના કરોડો ચાહકો છે. આ સુંદરતા જાળવી રાખવા માટે તે ઘણી મહેનત કરે છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં જ તેનું વજન વધવા લાગ્યું છે જેને લઈને તેના ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ થોડા સમય પહેલા હિનાએ પોતાની ફિટનેસ અને બોડીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. અભિનેત્રીએ એક નોટ લખી હતી જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે કેવી રીતે તેના માટે શારીરિક દેખાવ કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે.
View this post on Instagram
હિના ખાને તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક મહિનામાં મારું વજન વધી ગયું હતું અને મેં ખરેખર કેટલું વજન વધાર્યું હતું તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. મારા માટે માનસિક સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે અને હું માત્ર એવી વસ્તુઓ કરવા માંગતી હતી જેનાથી મને ખુશી મળે.
View this post on Instagram
વધુ વિચાર્યા વિના કે લોકો શું કહેશે કે હું કેવી દેખાઉ છું, ક્યારેક તમે જેવા છો તેવા રહો,એ વસ્તુ કરો જેમાં તમારું મન લાગતું હોય. જીવનમાં કંઈપણ કરવા માટે યોગ્ય માનસિક સ્થિતિમાં હોવું જરૂરી છે. મેં શારીરિક દેખાવને બદલે માનસિક સ્વાસ્થ્ય પહેલા પસંદ કર્યું છે.
View this post on Instagram