મનોરંજન

ખુબ જ ખાસ અંદાજમાં હિના ખાને વિતાવ્યું પોતાનું વિકેન્ડ, તસવીરો જોઈને તમને પણ ત્યાં ચાલ્યા જવાનું મન થશે

ટીવીની સંસ્કારી ‘વહુરાણી’ એ હાથમાં દારૂના ગ્લાસ સાથે તસવીરો અપલોડ કરી, જુઓ

બોલીવુડની જેમ ટીવીની અભિનેત્રીઓના પણ લાખો ચાહકો હોય છે. એવી જ એક અભિનેત્રી હીના ખાનનો પણ ખુબ જ મોટો ચાહકવર્ગ છે. હિના સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની ઘણી તસવીરો પણ વાયરલ થતી હોય છે. (Image Credit: Instagram: hinakhan)

હાલમાં જ વિકેન્ડ ઉપર હિના ખાને પોતાના વિકેન્ડ મનાવતી તસવીરો શેર કરી છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ તસ્વીરોની અંદર હિના ખાનનો અંદાજ પણ ચાહકોનું મન લુભાવી રહ્યો છે.

રવિવારની રજાનો આનંદ માણતી ઘણી બધી તસવીરો હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે. જેમાં તેની પાછળનું બેકગ્રાઉન્ડ પણ મન મોહીલે તેવું છે.

એક તસ્વીરની અંદર હિના બાલ્કનીમાં બેસીને શેમપેન પીતી જોવા મળે છે. તેના બેકગ્રાઉન્ડમાં સુંદર નજારો જોવા મળે છે.

હીનાએ આ દરમિયાન ઓરેન્જ રંગનું ઓફ શોલ્ડર શોર્ટ કફ્તાન પહેરેલું જોવા મળે છે. જેમાં હીનાનો દેખાવ પણ ખુબ જ સુંદર લાગી રહ્યો છે.

હીનાએ આ તસવીરો શેર કરવાની સાથે એક ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે, હિનાએ લખ્યું છે કે “તમે એજ કરો જેનાથી તમને ખુશી મળે છે. હેપ્પી સન્ડે એવરીવન”.

હીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી છે. અત્યાર સુધી તેની આ તસ્વીરોને 3 લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે.

હાલમાં જ હીનાએ પોતાના જુના શો “એ રિશ્તા ક્યાં કહેલાતા હે”ના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોની અંદર તે અક્ષરાના રૂપમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. અક્ષરનો આ રોલ દર્શકોને પણ ખુબ જ પસંદ આવે છે. ધારાવાહિકના આ શો દ્વારા જ હિના ખાને પોતાના કેરિયરની શરૂઆત પણ કરી હતી.

આજે હિના ઘર ઘરની ઓળખ બની ગઈ છે. હિના ખાન રિયાલિટી શો “બિગ બોસ”માં પણ નજર આવી ચુકી છે. “બિગ બોસ” ઉપરાંત હિના “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી છે. આ ઉપરાંત તે ઘણા ગીતો અને બોલીવુડની ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. રિપોર્ટ પ્રમાણે હિના ખાન ટેલિવિઝનની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાંથી એક છે. આ વર્ષે હિના વેબ સિરીઝ “ડેમેજ્ડ-2″માં પણ નજર આવી ચુકી છે.

આ ઉપરાંત તે નાગિનના ચોથા સીઝનની અંદર નાગેશ્વરીનો રોલ કરતા પણ નજર આવી હતી. તે બોલીવુડની ફિલ્મ “હૅક્ડ”માં પણ નજર આવી ચુકી છે.