પંજાબી ફિલ્મોની મશહૂર અદાકારા અને સિંગર હિમાંશી ખુરાના આજે દેશભરમાં તેની ખાસ ઓળખ બનાવી ચૂકી છે. રિયાલિટી શો બિગબોસ 13નો ભાગ બન્યા બાદ તેને હવે કોઇ ઓળખની જરૂર નથી. આ શો બાદ તેને સતત ઓફર મળવા લાગી છે.

મહત્વનુ છે કે, હિમાંશી ખુરાનાએ બિગ બોસની 13મી સિઝનમાં એન્ટ્રી કરી હતી. તે આ સિઝનમાં બિગ બોસની સૌથી ચર્ચિત પ્રતિસ્પર્ધી રહેલી હતી. તેને પંજાબની એશ્વર્યા રાયના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે હિમાંશી બિગ બોસના ઘરમાં આવી હતી, ત્યારબાદથી તેને હિન્દી ફિલ્મોની ઓફર પણ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. તેવામાં તેને અભિનેતા જોન અબ્રાહમની સાથે ફિલ્મ કરવાની ઓફર પણ આપવામાં આવેલ હતી.

spotboye સાથે વાતચીતમાં હિમાંશી ખુરાનાએ ખુલાસો કર્યો કે, “પરમાણુ”માં જોનની પત્નીનો રોલ પ્લે કરવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, તે આ રોલને નિભાવવા માટે બિલકુલ શ્યોર હતી નહિ. તેણે કહ્યુ, મેં જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ “પરમાણુ” છોડી દીધી. હું દિલ્હીમાં હતી, જયારે આ ફિલ્મની ઓફર મને આવી ત્યારે ઘણા લોકોએ મને આ ફિલ્મ કરવા માટે મજબૂર કરી હતી.

ફિલ્મમાં જોનની પત્નીના રોલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે કહ્યુ કે હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી. હું આ વિશે વધારે શ્યોર હતી નહિ અને મેકર્સ તરફથી કંઇ ખોટુ હતુ નહિ અને તેમણે મને ફિલ્મ કરવા માટે રાજી કરી લીધી હતી. પરંતુ મારા મગજમાં કંઇ અલગ ચાલતુ હતુ કે મેકર્સ કેવી રીતે પંજાબથી કોઇને આ રોલ ઓફર કરી શકે ? તે સમયે મારુ મગજ બરાબર કામ કરતુ ન હતુ અને મેં આ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. પરંતુ મને બાદમાં ખબર પડી કે આ અવસર સાચેમાં હતો.
તમને જણાવી દઈએ કે જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ “પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ” વર્ષ 2018માં આવી હતી અને તેને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે મહત્વનાં રોલમાં અભિનેત્રી ડાયના પેંટી અને બોમન ઈરાની જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની પોખરણમાં ન્યુક્લિઅર ટેસ્ટ પર આધારિત હતી.

હિમાંશી ખુરાના આ દિવસોમાં તેના આવનારા મ્યુઝિક વીડિયો પર કામ કરી રહી છે. આ ઉપરાંત તે હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન સમર્થન કર્યા બાદ ચર્ચામાં આવી હતી.
View this post on Instagram
હાલમાં જ હિમાંશી ખુરાના નામ ઉપર એક ખાસ ઉપલબ્ધિ જોડાયેલ છે. હાલમાં જ તે અમેરિકાનાં વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ સ્ક્વેરનાં બિલબોર્ડ પર નજર આવી હતી. તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી પહેલી એક્ટ્રેસ બની ચૂકી છે, જેના નામે આ ખાસ ઉપલબ્ધિ જોડાયેલી છે. અભિનેત્રી અને બિગ બોસની પૂર્વ પ્રતિસ્પર્ધીએ આ જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.