હિમાચલમાં હાહાકાર, આભમાંથી વરસી રહ્યો છે કાળો કેર, આટલા લોકોના થયા મોત, 800થી વધુ રસ્તા બંધ, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત, ક્યાંક થઇ રહ્યું છે ભૂસ્ખલન, તો ક્યાંક ફાટી રહ્યું છે આભ, જુઓ વીડિયો

Himachal Pradesh Heavy Rain : હાલ દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે, આ વરસાદી માહોલ વચ્ચે ઘણી દુર્ઘટનાઓની પણ ખબરો સામે આવી રહી છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશની હાલત સૌથી વધારે ખરાબ છે અને ત્યાં વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે.

હિમાચલમાં વરસાદી કહેર :

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ ખતરાના નિશાનને વટાવી ગઈ છે. ઘણા જિલ્લાઓમાં લોકો પૂર સામે ઝઝૂમી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલના ઘણા જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ, સોમવાર સુધી ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

2 દિવસ શાળાઓ રહેશે બંધ :

સતલજ, બિયાસ અને યમુના અને તેમની ઉપનદીઓ કિન્નૌર, શિમલા, કુલ્લુ, મંડી, બિલાસપુર અને સિરમૌર જિલ્લામાં વિસ્ફોટમાં છે. હિમાચલ પ્રદેશમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ છે. અગાઉ આ જાહેરાત મંડી, લાહૌલ સ્પીતિ અને કુલ્લુમાં કરવામાં આવી હતી. પરંતુ હવે સમગ્ર હિમાચલમાં બે દિવસ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

800થી વધુ રસ્તાઓ બંધ : 

બિયાસ નદીએ કુલ્લુથી માંડી સુધી તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે 4 નેશનલ હાઈવે સહિત 800થી વધુ રસ્તાઓ બંધ છે. કુલ્લુથી મનાલી સુધીનો હાઇવે બંધ છે. અટલ ટનલની આગળ લેહ મનાલી હાઇવે બંધ છે. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં 6 લોકોના મોત થયા છે.

મંડીમાં આભ ફાટ્યું : 

હિમાચલ પ્રદેશના મંડીમાં આજે પણ ભારે વરસાદ ચાલુ છે ત્યારે હરિયાણા દ્વારા એક લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે યમુના નદીનું જળસ્તર ઝડપથી ખતરાના નિશાને પહોંચી રહ્યું છે. આ દરમિયાન, મંડીના થુનાગમાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું છે. આ વિનાશનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન : 

હિમાચલ પ્રદેશમાં રાતોરાત વરસાદને કારણે ઉભરાઈ ગયેલી બિયાસ નદીમાં મોટા ભૂસ્ખલન બાદ મંડી અને કુલ્લુ વચ્ચે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. મંડી જિલ્લાના પંડોહ પાસે ભૂસ્ખલનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગને ભારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારની બંને તરફ સેંકડો વાહનો ફસાયા હતા.

રાજ્યોમાં યલો એલર્ટ : 

પોલીસે મંડીથી કુલ્લુ તરફ અને કુલ્લુથી મંડી તરફ વાહનોની અવરજવર પર રોક લગાવી દીધી છે.  મીડિયા રિપોર્ટ અનુસાર કુલ્લુ-મનાલી સેગમેન્ટની લાઈફલાઈન હાઈવે બંધ થવાથી દૂધ, બ્રેડ, અખબારો અને અન્ય ઘરવપરાશની વસ્તુઓના પુરવઠાને અસર થઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, યુપી અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Niraj Patel