2008થી લઈને અત્યાર સુધી IPLમાં આટલા કરોડની કમાણી કરી ચુક્યા છે આ 5 ખેલાડીઓ, રકમ જાણીને આંચકો લાગશે !!

આઇપીએલએ ક્રિકેટની એવી રમત છે જે ખૂણામાંથી આવતા ખેલાડીને સ્ટાર બનાવી દે છે. ના માત્ર નામનાથી પણ આઇપીએલમાં રમનારા ખેલાડીની આવક પણ કરોડોમાં થતી હોય છે. ત્યારે આજે અમે તમને આઈપીએલમાં સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓ વિશે જણાવીશું. જેમાં વર્ષ 2008થી લઈને 2021 સુધીની કમાણી ઉપર આપણે ઝી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે એક નજર કરીશું.

1. એ.બી. ડિવિલિયર્સ:
આરસીબીના દિગ્ગજ વિકેટકીપર અને બેટ્સમેન એબી ડિવિલિયર્સનો હાલનો પગાર 1,025,165,000 રૂપિયા છે. તો મિસ્ટર 360 ડિગ્રીની અત્યાર સુધીની કુલ કમાણી 110,000,000 રૂપિયા છે. એબીને ભરતી ચાહકો પણ ખુબ જ પંસદ કરે છે અને તેની રમતના પણ ચાહકો દીવાના છે.

2. સુરેશ રૈના:
ચેન્નાઇ સુપરકિંગ્સના સ્ટાર બેટ્સમેન તરીકે જોવા મળી રહેલા સુરેશ રૈના આ લિસ્ટમાં ચોથા નંબરમાં છે. તેનો હાલનો પગાર 110,000,000 રૂપિયા છે. તેને વર્ષ 2008થી લઈને અત્યાર સુધી 1,107,400,000 રૂપિયાની કમાણી કરી છે.

3. રોહિત શર્મા:
મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર છે. તેનો હાલનો પગાર 150,000,000 રૂપિયા છે. રોહિત શર્માએ વર્ષ 2008થી લઈને અત્યારે સુધી આઈપીએલમાં 1,432,000,000 રૂપિયા કમાણી કરી છે.

4. એમ.એસ. ધોની:
ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન એમ.એસ ધોની આ લિસ્ટમાં બીજા નંબર ઉપર છે. માહીએ વર્ષ 2008થી લઈને 2021 સુધી 1,528,400,000 રૂપિયાની કમાણી કરી છે. મહિના ચાહકો પણ દુનિયાભરમાં ફેલાયેલા છે.

5. વિરાટ કોહલી:
આ લિસ્ટની અંદર રોયલ ચેલેન્જર બેગલુરુના કપ્તાન વિરાટ કોહલી પહેલા નંબર પર છે. તેનો આ વર્ષેનો પગાર 170,000,000 રૂપિયા છે. ત્યારે વિરાટ કોહલીએ વર્ષ 2008થી લઈને વર્ષ 2021 સુધી 1,466,000,000 રૂપિયાની કમાણી કરી છે.

Niraj Patel