સાઉથની આ 10 ફિલ્મોનું બજેટ સાંભળી હોલિવુડ પ્રોડ્યુસર્સના પણ ઉડી ગયા હોંશ

સાઉથની 10 મેગા બજેટ ફિલ્મો : જે બોલિવુડ જ નહિ પરંતુ હોલિવુડ પ્રોડ્યુસરના પણ હોંશ ઉડાવી ચૂકી છે…

આ દિવસોમાં ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાઉથ ફિલ્મોની બોલબાલા છે. સાઉથ ફિલ્મોનું આવી રીતે એકદમથી પૂરા દેશમાં ફેલાવવું અને દર્શકો પર રાઝ કરવા પાછળ બજેટનું ઘણુ મોટુ યોગદાન છે. તેમાં કોઇ શક નથી કે સાઉથની ફિલ્મોની કહાની અને કલાકારોની અદાકારીની કમાણ પણ ગજબ છે. પરંતુ ફિલ્મોનું બજેટ પણ ઘણુ મોટુ હોય છે. જેને જોઇ બધા ભારતીયોને ગર્વ થાય છે કે હોલિવુડના ટક્કરની ફિલ્મો પણ બનાવવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ સાઉથની એ ફિલ્મો વિશે જે બજેટના મામલે સૌથી આગળ છે.

1.પોન્નિયિન સેલવન :- ફેમસ ડાયરેક્ટર મણિરત્નમ આ ફિલ્મના નિર્દેશક અને કો-પ્રોડ્યુસર છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આમાં સાઉથ એક્ટર વિક્રમ, એશ્વર્યા રાય બચ્ચન, તૃષા, શોભિતા ધૂલિપાલા જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મનું બજેટ 500 કરોડ બતાવવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.

2.પુષ્પા: ધ રાઇઝ :- સુપરસ્ટાર અલ્લુ અર્જુને આ ફિલ્મમાં પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. આમાં રશ્મિકા મંદન્ના તેની કો-સ્ટાર હતી. આ ફિલ્મનું બજેટ લગભગ 200 કરોડ હતું.

3.RRR :- ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા હતું. જુનિયર એન. ટીઆર, રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ છે. આ આઝાદી માટે લડતા બે મિત્રોની વાર્તા છે.

4.2.0 :- આ ફિલ્મ વર્ષ 2010માં આવેલી ફિલ્મ Enthiranની સિક્વલ હતી. સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં એક વિલનનો રોલ પ્લે કર્યો હતો.આ ફિલ્મનું બજેટ 570 કરોડ રૂપિયા હતુ.

5.બાહુબલી સિરીઝ :- આ શ્રેણીમાં બે ફિલ્મો છે ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’. તેનું નિર્દેશન એસએસ રાજામૌલીએ કર્યું હતું. આ બંને ફિલ્મોનું કુલ બજેટ 430 કરોડ રૂપિયા હતું.

6.આદિપુરુષ :- ‘આદિપુરુષ’ એક 3D મૂવી છે, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. તેમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન જેવા સ્ટાર્સ છે. ઓમ રાઉત બનાવી રહ્યા છે. તેનું બજેટ 500 કરોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું VFX શાનદાર હશે, જેના માટે વિદેશી ટેકનિશિયનને બોલાવવામાં આવ્યા છે.

7.સાહો :- આ એક એક્શન-થ્રિલર ફિલ્મ હતી જેમાંથી ‘બાહુબલી’ ફેમ સુપરસ્ટાર પ્રભાસે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેની સામે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. તેનું નિર્દેશન સુજીત દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું બજેટ 350 કરોડ રૂપિયા હતું.

8.રાધેશ્યામ :- તે એક સાય-ફાઇ રોમેન્ટિક ડ્રામા છે જેમાં સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. તેના નિર્દેશક રાધા કૃષ્ણ કુમાર છે. તે તેલુગુ અને હિન્દી ભાષામાં બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા છે.

9.પુલી :- 2015માં રિલીઝ થયેલી આ દક્ષિણ ભારતીય ફિલ્મમાં થાલાપતિ વિજય, હંસિકા મોટવાણી, શ્રીદેવી અને સુદીપ જેવા સ્ટાર્સ હતા. તેનું બજેટ લગભગ 120 કરોડ હતું.

10.કોચડિયાન :- તે એક એનિમેટેડ તમિલ ફિલ્મ હતી જેમાં સુપરસ્ટાર રજનીકાંત અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ 125 કરોડ હતું.

Shah Jina