સરકાર દ્વારા માસ્કનો દંડ ઓછો કરવાને લઈને શું કહ્યું હાઇકોર્ટે ? જો માસ્ક વગર પકડાયા તો હવે આટલા રૂપિયા દંડ ભરવો પડશે તમારે

કોરોના વાયરસ પ્રવેશવાની સાથે જ દુનિયાભરમાં માસ્ક જીવનના એક ભાગ રૂપ બની ગયું. માસ્ક ના પહેરનારા લોકો માટે સરકાર પણ સજાગ બની અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર હાલ શાંત પડતી જોવા મળી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટની અંદર આજે થયેલી સુઓમોટો મામલે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં માસ્કના દંડ ઘટાડવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. પરંતુ આ મામલે હાઈકોર્ટે સખ્ત વલણ દાખવતા જણાવ્યું કે માસ્કનો દંડ 1000 રૂપિયા જ રહેશે.

હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે ? ત્રીજી લહેર આવવાની શક્યા છે, તો 50 ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશુ. 50 ટકા રસીકરણ થશે તો જ હાઈકોર્ટ આ મામલે વિચારણા કરશે. જેના બાદ ગુજરાતમાં માસ્ક ના પહેરનારા લોકોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે. જો માસ્ક વગર તમે પકડાયા તો 1000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે.

Niraj Patel