ખબર

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીએ સવાલના જવાબમાં લખી નાખ્યો આખો પત્ર, છેલ્લે લખ્યું, “પાસ નહિ કરો તો મરી જઈશ !”, મેડમ પણ મૂંઝાયા, જુઓ

બોર્ડની પરીક્ષાને લઈને બાળકો સાથે વાલીઓમાં પણ ખુબ જ ડર જોવા મળે છે. ઘણા બાળકો શરૂઆતથી જ તૈયારીઓમાં લાગી જતા હોય છે અને સફળતા પણ મેળવતા હોય છે. તો ઘણા બાળકો ભણવામાં નબળા પણ હોય છે. પરીક્ષામાં પુછાતા સવાલોના વિચિત્ર જવાબો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે, પરંતુ હાલ એક છોકરીનો એવો જવાબ વાયરલ થઇ રહ્યો છે જેને મેડમને પણ મૂંઝવણમાં મૂકી દીધા.

(પ્રતીકાત્મક તસવીર)

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે આ મામલો કાનપુરના જાજમાઉમાં આવેલી એક બાલિકા ઈન્ટર કોલેજનો છે. વિદ્યાર્થીનીએ તેની નકલના છેલ્લા પાના પર લખ્યું, “દુનિયાની બધી ખુશીઓ આપો. મહેરબાની કરી મને મદદ કરો ભગવાન તમને ઉચ્ચ પદ પર રાખે, એ જ મારી હૃદય પૂર્વક પ્રાર્થના. કૃપા કરીને મને બચાવો, જો હું નાપસ થઈશ તો હું મરી જઈશ. મને ટોણો કરતાં મૃત્યુ વધુ ગમે છે. મહેરબાની કરી મને મદદ કરો મેડમ. મને મારી માતા માટે પાસ કરો, કારણ કે મારી માતાને આઘાત લાગશે.”

વિદ્યાર્થીનીએ આગળ લખ્યું, “તેને થાઈરોઈડ છે, તેને સુગર છે. મેડમ તમારી માતા પણ હશે, તમને ભાઈઓ હશે, પણ તમે મારા ઘરે આવીને મને જોઈ શકો છો. મારો કોઈ ભાઈ નથી જે મારા માતા-પિતાને મદદ કરી શકે. જો મને સારા માર્ક્સ મળી ગયા. દરેક વિષયમાં 40 મળશે તો મને નોકરી કરવા માટે સારી જગ્યા મળશે મહેરબાની કરીને મેડમ આ વાંચીને તમે જે પણ નિર્ણય લેશો તે સ્વીકારવામાં આવશે. ”

તેને આગળ લખ્યું “હવે તમામ કામ તમારી જવાબદારી છે. હું ખૂબ જ ટેન્શનમાં આવી રહી છું મેડમ. બચાવી લો પ્લીઝ. ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. અંતે, વિદ્યાર્થીએ વધુ એક વાર લખ્યું, ‘મેમ કાં તો મને પાસ કરે અથવા મારા માટે ભગવાનને પ્રાર્થના કરો કે હું મરી જાઉં.” હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.