વડોદરામાં હેનીલ પટેલની આંખ ફુટી ગઈ, ગાયે કેમ શિંગડું માર્યું? કારણ જાણીને હોંશ ઉડી જશે
ગુજરાતમાંથી અવાર નવાર રખડતા ઢોરોના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર આવી ઘટનાને લીધે કોઇકને જીવ ગુમાવવો પડતો હોય છે, તો ઘણીવાર કેટલાક લોકોને ગંભીર ઇજા પહોચતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં રખડતા ઢોરના ત્રાસને કારણે એક વિદ્યાર્થીને તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતને લઇને વિદ્યાર્થીના પિતાનું કહેવુ છે કે, તેમના દીકરાની આંખ ફૂટી ગઇ છે અને આ બાબતે કોર્પોરેશન જ જવાબદાર છે.
ઘટનાની વિગત જોઇએ તો, બુધવારના રોજ સાંજે વાઘોડિયા રોડ પર વિદ્યાર્થી હેનીલ મોપેડ લઈ જઈ રહ્યો હતો અને આ દરમિયાન ગાયે ભેટી મારતા શિંગડું આંખમાં વાગ્યું હતું. જેમાં તેની આંખ ફૂટી ગઈ હતી. આ ઘટના CCTVમાં પણ કેદ થઇ જવા પામી હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષિય હેનીલ પટેલ પોલિટેકનિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘટનાને લઇને હેનીલે જણાવ્યુ કે, જયારે તે ફરસાણ લઇને ઘરે જતો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો અને તેના કારણે ગાય ભાગતા તેનું શિંગડું તેની આંખ અને મોઢા પર વાગ્યું.

જે બાદ તે રોડ પર પટકાયો હતો અને તેણે બૂમાબૂમ કરતા એક અજાણી વ્યક્તિ તેને હોસ્પિટલ લઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદ રેફર કરવામાં આવ્યો હતો.

ત્યારે અહીં વિદ્યાર્થીની આંખ ફૂટી હોવાનું સામે આવતા પરિવારજનોના તો હોંશ જ ઉડી ગયા હતા. વિદ્યાર્થીના માતાએ જણાવ્યુ કે, તેઓ આ ઘટનાથી ઘણા દુખી છે.કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. રખડતા ઢોરોનો ત્રાસ અટકાવો જોઇએ કે જેને લીધે કોઇને પોતાની આંખ ન ગુમાવવી પડે.
View this post on Instagram
જો કે, આ ઘટનાને લઇને વિદ્યાર્થીના પિતાનું કહેવુ છે કે, તેઆ મામલે કોર્પોરેશન જ જવાબદાર છે. આ લોકો એસી ઓફિસમાં બેસીને માત્ર વાતો કરે છે અને કોઇ એક્શન લેવાતા નથી. તેઓએ કહ્યુ કે, અમે વળતરની માંગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું.