‘હેલ્લારો’ ફેમ ગુજરાતી અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં, મનના માણીગર સાથે પાડ્યા પ્રભુતામાં પગલા- જુઓ તસવીરો

ઇશા કંસારા બાદ ‘હેલ્લારો’ ફેમ શ્રદ્ધા ડાંગર બંધાઇ લગ્નના બંધનમાં, શાહી અંદાજવાળી તસવીરો આવી સામે.. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રહી હાજર.. જુઓ

દેશભરમાં લગ્નની ધૂમ મચેલી છે, સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સેલેબ્રિટીઓના લગ્નની ખબર અને તેની તસવીરો સામે આવતા જ ચાહકો પણ ખુશ ખુશાલ થઇ જતા હોય છે. ત્યારે આ દરમિયાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પણ એક અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઇ ગઇ.

હજી ઈશા કંસારાના લગ્નની કેટલીક ઝલકો થોડા થોડા દિવસે જોવા મળે છે, ત્યાં હેલ્લારો ફેમ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર લગ્નના બંધનમાં બંધાઇ છે. શ્રદ્ધાના પ્રી વેડિંગ ફંક્શન અને લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં ઇશા કંસારા, દીક્ષા જોશી, વ્યોમા નંદી જોવા મળે છે.

શ્રદ્ધાની મહેંદી, હલ્દી, સગંતી સહિત લગ્નની ઘણી તસવીરો તેની મિત્રો એટલે કે ઇશા કંસારા અને દીક્ષા જોશીએ શેર કરી છે. જણાવી દઇએ કે, શ્રદ્ધા ડાંગરે આકાશ પંડયા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

શ્રદ્ધાએ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ આકાશ પંડયા સાથે લગ્ન કરીને તેના જીવનની એક નવી પારી શરૂ કરી છે. મહેંદી અને હલ્દી સેરેમની સહિતના પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો ઈન્ટરનેટ પર ઘણી વાયરલ થઇ હતી. લગ્ન દરમિયાન શ્રદ્ધા અદભૂત લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી, જ્યારે તેનો દુલ્હો એટલે કે આકાશ ઑફ-વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.લગ્નની તસવીરોમાં બંનેની ખુશી જોતા જ બની રહી છે.

સંગીતની વાત કરીએ તો, શ્રદ્ધાએ તેની બ્રાઇડમેઇડ ઇશા કંસારા, દીક્ષા જોશી અને વ્યોમા નંદી સાથે સંગીત સેરેમનીમાં ધમાકેદાર ડાંસ કર્યો હતો. તેઓએ પોતાના ડાંસથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. સંગીત સેરેમનીનો પણ વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધાની આગામી ફિલ્મ ‘કસુમ્બો’ છે, જેમાં વિજયગીર બાવા અને રૌનક કામદાર છે. શ્રદ્ધાએ છેલ્લે ‘ચાંદલો’માં માનવ ગોહિલ સાથે કામ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Reeva Rachh (@reeva.rachh)

Shah Jina