સનરાઇઝર્સ હૈદરાબાદના આ સ્ટાર બેટ્સમેને ભીડે ઘેરી લીધો, પરેશાન થઇ ગુમાવ્યો પિત્તો, ભડક્યો બેટ્સમેન- જુઓ વીડિયો

હૈદરાબાદના મોલમાં હેનરિક ક્લાસેન ભીડ વચ્ચે ઘેરાયો, પરેશાન થઇ ગુમાવ્યો પિત્તો, સુરક્ષાને લઇને ઉઠ્યા સવાલ

ભારતમાં ક્રિકેટનો જૂનુન લોકોના માથા પર ચઢી બોલે છે, અહીં ક્રિકેટરોને ચાહકો દિલથી પ્રેમ કરે છે. જો કે ભારતીય ક્રિકેટરોને તો આદત પડી ગઈ છે પરંતુ IPL રમી રહેલા વિદેશી ક્રિકેટરો માટે ચાહકોનું આ પ્રકારનું વર્તન ચિંતાજનક બની રહે છે. આવું જ કંઇક હાલમાં હૈદરાબાદના મોલમાં હેનરિક ક્લાસેન સાથે થયું. ક્લાસેન ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ સાથે મોલમાં ગયો હતો.

પરંતુ ત્યાં સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકોએ જે કર્યું તેનાથી તે નારાજ થઈ ગયો. પરિણામ એ આવ્યું કે દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ગુસ્સે થઈ ગયો. ક્લાસેનને જોઈને SRH ચાહકોની ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ક્લાસેન ભીડમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ત્યારે આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા વાયરલ થઇ ગયો.

વિડિયોમાં ક્લાસેનના ચહેરા પર પરેશાની અને ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. ક્લાસેન કેટલુ અસ્વસ્થ મહેસૂસ કરી રહ્યો હતો તે વીડિયોમાં નજર આવી રહ્યુ છે. જો કે, ક્લાસેન સાથેના ચાહકોની એ જ ભીડમાં અટવાયેલા ભારતીય ખેલાડી જયદેવ ઉનડકટ પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું નહોતું. તેણે ખૂબ જ આસાનીથી ભીડને પાર કરી લીધી.

Previous Article

IPL પ્લે ઓફ પર ફસાયો પેચ, 4 ટીમો એક જ અંક પર પહોંચી જ્યારે 4નું બહાર થવાનું લગભગ નક્કી...માત્ર 2 ટીમો સુરક્ષિત

Next Article

CSK ખેલાડીઓએ સેલિબ્રેટ કર્યો બેટ ડોક્ટરનો બર્થ ડે, ધોનીએ પોતાના હાથે ખવડાવી કેક- જુઓ વીડિયો

error: Protected Content!