રામલલાના દર્શન માટે ઉમટ્યુ ભક્તોનું પૂર, સવારે 3 વાગ્યાથી જ લગાવી લાઇન…જુઓ વીડિયો

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદથી જ પૂરા દેશમાં દિવાળી જેવો માહોલ છે. ભક્તોની વર્ષોની રાહ હવે ખત્મ થઇ ગઇ છે અને હવે તો બધા જ ભગવાનના દર્શન માટે તરસી રહ્યા છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલા દિવસે સવારથી જ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓન ઉમટી પડ્યા છે. કાતિલ ઠંડી વચ્ચે પણ સવારે ત્રણ વાગ્યાથી જ મંદિર સામે ભક્તોએ એકઠા થવાનું શરૂ કરી દીધુ હતુ.રામલલાના દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી.

અયોધ્યામાં પ્રભુ રામલલાના દર્શન માટે સવારે ત્રણ વાગ્યે ભક્તો કાતિલ ઠંડી વચ્ચે પણ આવી ગયા હતા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં મંદિરના દ્વાર પર મોટી સંખ્યામાં લોકોને જોઇ શકાય છે. લોકો સતત જય શ્રી રામ અને સિયાવર રામચંદ્ર કી જયના નારા લગાવી રહ્યા છે. ભક્તોનો જોશ જોતા જ બની રહ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ લોકોના મનમાં ભક્તિનું પૂર આવ્યુ છે. રામ મંદિરનો મુખ્ય દ્વાર ખુલતા જ ભક્તોનું ટોળુ જય શ્રી રામના નારા લગાવતા મંદિરમાં રામલલાના દર્શન અને પૂજા અર્ચના માટે બેતાબ જોવા મળ્યુ.

ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પહોંચી રહ્યા છે. આ સમયે પૂરી અયોધ્યા નગરી સાથે સાથે આખો દેશ રામમય જોવા મળી રહ્યો છે. આ પહેલા રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પૂરા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લોકોએ દીવા પ્રગટાવી ભગવાન રામનું સ્વાગત કર્યુ અને આતિશબાજી પણ જોરદાર કરી, આ દરમિયાન પવિત્ર નદીઓના ઘાટો પણ હજારો દિવાથી રોશન થયા હતા.

પ્રધાનમંત્રી મોદી સમેત રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને તમામ બીજેપીના નેતાઓએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં ઘરમાં દીવા પ્રગટાવ્યા. પૂરા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. જો કે, આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ દર્શનનો પહેલો દિવસ છે અને જાહેર જનતા માટે મંદિરને આજથી ખોલી દેવામાં આવ્યું છે. ત્યારે સવારે મંદિરના ગેટ ખુલતા જ લોકો પહેલાં અંદર જવા માટે ધક્કા-મુક્કી કરતા પણ જોવા મળ્યા હતા.

રામ મંદિર પરિસરમાં ચેક પોસ્ટ પર લોકો ચેકિંગ વિના જ આગળ વધી રહ્યા છે. પોલીસ સાથે સાથે હવે RAF કમાન્ડોઝને પણ રામલલ્લા પરિસરમાં તહેનાત કરવામાં આવ્યા છે. ભીજને કાબુમાં કરવા માટે કમાન્ડોઝે સુરક્ષા ઘેરો બનાવી લીધો છે. મંદિરની સામે બેકાબૂ ભીડ બેરિકેટ્સ કૂદીને આગળ વધી રહી હતી. પોલીસના રોકવા છત્તા પણ તેઓ માની રહ્યા નહોતા.

રામ મંદિર પહોંચી રહેલાં દર્શનાર્થીઓના મોબાઈલ હજારોની સંખ્યામાં છે. તેને જમા કરાવવાની વ્યવસ્થા અત્યારે પોલીસ અને મેનેજમેન્ટ પાસે નથી. રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષામાં તહેનાત એક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે જે લોકો મોબાઈલ લઇને પહોંચી રહ્યા છે, તેમને અટકાવવા પણ અત્યારે શક્ય નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina